કૌશીક જોશી.વલસાડઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક સગીર છોકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આખો મામલો CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
અમરેલીમાં સમુહલગ્નમાં બે આખલા બાખડ્યાઃ જુઓ Video જાનૈયાઓ-મહેમાનોએ ભગાડવા શું કર્યું
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક સગીર બાળકી પર કોઈએ છરી વડે હુમલો કર્યો છે. ઘટના બનતા જ આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોર ભાગી ગયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના દાનહમાં પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ સિલ્વાસામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક યુવતી પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ એક યુવકે ડોક્ટરના ક્લિનિક પર પિસ્તોલ તાકી હતી. મતલબ કે ગુનાખોરીનું પ્રમાણ પોલીસના ગજા બહાર જતું દેખાઈ રહ્યું છે.
જામનગર લોકાર્પણ કાર્યક્રમમાં દ્વારકા ડીમોલેશન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
ગુનેગારોમાં પોલીસનો ભય નહીં
આ ઘટનાઓ લોકોના હૃદયમાં ડર જગાવતી હોય તેવું લાગે છે. ગુનાખોરીમાં વધારો થયો છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે દાનહ પોલીસની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે ગુનેગારોનું મનોબળ ઊંચુ થઈ રહ્યું છે. આ મામલે દાદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે આ મામલે તપાસ શરૂ કરવી પડશે. જોવું રહેશે કે આ મામલે દાદરા પોલીસ શું કરે છે કે પહેલાની જેમ આ મામલો પણ ઠંડો પડી જશે, સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીની માતાએ મીડિયામાં ઈન્ટરવ્યુ આપીને ન્યાય અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT