Diwali 2023: પ્રતિબંધ હોવા છતાં દિલ્હીવાસીઓએ ફોડ્યા બિન્દાસ ફટાકડા, મોડીરાત્રે અનેક વિસ્તારોમાં વધ્યું પ્રદૂષણ

Diwali 2023: દિવાળીની રાત્રે રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર ખરાબ થવા લાગી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. જે…

gujarattak
follow google news

Diwali 2023: દિવાળીની રાત્રે રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર ખરાબ થવા લાગી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. જે વિસ્તારોમાં AQIમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમાં જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, આનંદ વિહાર, વજીરપુર, બવાના, રોહિણીનો સમાવેશ થાય છે. પ્રદૂષણ વધવા પાછળનું કારણ છે ફટાકડા.

પ્રતિબંધ છતાં ફોડ્યા ફટાકડા

વાસ્તવમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ દિલ્હીવાસીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડ્યા. દિવાળીની રાત્રે લોકોએ ફટાકડા ફોડ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે પ્રદૂષણ ફેલાયું.

રાત થતાં વધ્યું પ્રદૂષણ

તમને જણાવી દઈએ કે, દિવાળીની સાંજ સુધી દિલ્હીનો સરેરાશ AQI 218 નોંધાયો હતો, જેણે દિવાળીના દિવસે સૌથી સારી હવા હોવાની સાથે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષો પછી એવું બન્યું કે દિલ્હીવાસીઓને દિવાળીના દિવસે સ્વચ્છ આકાશ જોયું અને હવા શ્વાસ લેવા યોગ્ય બની ગઈ. જોકે, જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ હવા વધુ ખરાબ થઈ ગઈ અને ઓછા તાપમાન સાથે પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું.

ક્યાં કેટલો AQI?

આરકે પુરમ – AQI 999
જહાંગીરપુરી – AQI 847
જવાહરલાલ નહેરું સ્ટેડિયમ – AQI 710
રોહિણી – AQI 586

    follow whatsapp