દાઉદને ઝેર આપવાના સમાચારની વચ્ચે પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ખલ્લાસ, આ ખતરનાક આતંકવાદીની હત્યા

Habibullah Killed In Pakistan: પાકિસ્તાનમાં આ વર્ષે ઘણા ખૂંખાર આતંકવાદીઓ અને ખાલિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ વચ્ચે હવે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહના મોતના સમાચાર…

gujarattak
follow google news

Habibullah Killed In Pakistan: પાકિસ્તાનમાં આ વર્ષે ઘણા ખૂંખાર આતંકવાદીઓ અને ખાલિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ વચ્ચે હવે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહના મોતના સમાચાર સામે આવ્યા છે.

 

હબીબુલ્લાહની ગોળી મારી હત્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સૌથી નજીક માનવામાં આવતો હબીબુલ્લાહની રવિવારે સાંજે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તે માર્યો ગયો હતો. હબીબુલ્લાહ ભારતના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો. આ હુમલો 2016માં થયો હતો, ત્યારબાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી હતી.

ડઝન આતંકવાદીઓ ઠાર

છેલ્લા કેટલાક મહિનામાં જ પાકિસ્તાનમાં આ રીતે લગભગ એક ડઝન આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓમાં બિલાલ મુર્શીદ, અકરમ ગાઝી, અબુ કાસિમ જેવા ઘણા ખતરનાક આતંકવાદીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ દાઉદ ઈબ્રાહિમ પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં કરવાામં આવી રહ્યો છે.

દાઉદ કરાચીમાં રહે છે તે વાતને પાકિસ્તાન હંમેશા નકારી રહ્યું છે. આવી સ્થિતિમાં તે આ વાત પર પણ કોઈ ટિપ્પણી નહીં કરી શકે કે દાઉદની સ્થિતિ શું સ્થિતિ છે.

    follow whatsapp