મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાઈ ગયું, 75 લોકોને બચાવાયા, 5 મૃતદેહ નીકળ્યા, હજુ રેસ્ક્યુ ચાલુ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે. ઘટનાસ્થળે NDRFની 4 ટીમો સ્થાનિક પ્રશાસનની સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી 5 મૃતદેહ કાઢવામાં…

gujarattak
follow google news

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે. ઘટનાસ્થળે NDRFની 4 ટીમો સ્થાનિક પ્રશાસનની સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી 5 મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે 75 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની આ ઘટનામાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

અત્યાર સુધી 5 લોકોના મૃતદેહ બહાર નીકળ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 75 લો1કોને બચાવી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકાના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન થયું હતું. પહાડની માટી પડતા આખું ગામ દબાઈ ગયું હતું. ભૂસ્ખલનની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે.

આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 75થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે હાજર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ ગામમાં લગભગ 200 થી 250 લોકો હતા. કાટમાળ નીચે 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી ધસી પડવાના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા.

    follow whatsapp