KVS Admission 2024-25: કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી એડમિશન શરૂ, જાણો કયા-કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

KVS Admission 2024: 1 અપ્રિલ 2024 એટલે કે આજથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં 2024-2025 માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોનું એડમિશન કરાવવું છે?

KVS Admission 2024-25

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ

point

KVS દ્વારા વેબસાઈટ પર નોટિસ જાહેર કરાઈ

point

જાણો ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

KVS Admission 2024: 1 અપ્રિલ 2024 એટલે કે આજથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં 2024-2025 માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય વિદ્યાલય એટલે KVSમાં ધોરણ 1થી લઈને 10 સુધી તમે તમારા બાળકનું એડમિશન લઈ શકો છો. તો ધોરણ 11નું રજિસ્ટ્રેશન ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 10 દિવસ પછી શરૂ થશે. હવે ચાલો સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર જાણીએ.

કેન્દ્રીય વિદ્યાલયમાં કેવી રીતે અરજી કરવી?

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, જેની માહિતી KVS દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ kvsangathan.nic.in પર નોટિસ જારી કરીને આપવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangathan)એ તેની નોટિસમાં જણાવ્યું છે કે 1 એપ્રિલ 2024, સવારે 10 વાગ્યાથી નર્સરી અને ધોરણ 1 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ?

બાળકનું એડમિશન કરાવવા માટે તમારે kvsonlineadmission.kvs.gov.in પર જવું પડશે. જ્યાં ઓનલાઈન ફોર્મ આપવામાં આવ્યું છે. તમે 15 એપ્રિલ, 2024ના રોજ સાંજના 5 વાગ્યા સુધી ઑનલાઇન એડમિશન પોર્ટલ પર અરજી કરી શકો છો. ધોરણ 2થી લઈને ધોરણ 10 સુધી અરજી કરવાની પ્રક્રિયા આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

ઓફલાઈન ફોર્મ ક્યાં મળશે?

જો કોઈ કારણોસર તમે ઓનલાઈન અરજી કરી શકતા નથી તો તમે ધોરણ 2થી 10 સુધીના આ વર્ગો માટે ઑફલાઈન પણ અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમે તમારા ઘરની નજીક આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં જઈ શકો છો. ત્યાં તમને પ્રવેશ ફોર્મ મળશે. તમે ત્યાં ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો. જોકે, ફોર્મની સાથે, તમારે કેટલાક દસ્તાવેજો પણ આપવા પડશે, જેના વિશે તમને ઑનલાઈન વેબસાઈટ પરથી માહિતી મળી જશે. 

ઓફલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

ઑફલાઇન મોડ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 10મી એપ્રિલ છે. તમે 10મી એપ્રિલે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ સબમિટ કરી શકો છો. તેથી જો તમે તમારા બાળકનું એડમિશન કરાવવા માંગતા હોવ, તો તમે શક્ય તેટલી વહેલી તકે અરજી કરો.


કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

- જન્મ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (લાઈટબિલ, ટેક્સ બિલ વગેરે)
- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- SC/ST/OBC સર્ટિફિકેટ (જો અનામત શ્રેણીમાં આવતા હોય તો)
- EWS/BPL સર્ટિફિકેટ (જો લાગુ હોય તો)
- જેને માત્ર એક જ સંતાન છોકરી હોય તો તેનું એફિડેવિટ
- કર્મચારીની નોકરીનું સર્ટિફિકેટ
- બાળકના માતા-પિતા અને દાદા-પિતાના સંબંધનું સર્ટિફિકેટ 

    follow whatsapp