Kedarnath Dham Opening Date: આજે મહાશિવરાત્રીના દિવસે તમામ શિવ મંદિરે શિભક્તોનો ભીડ ઉમટી છે. તો એવામાં કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ પણ સામે આવી છે. બાબા કેદારનાથના કપાટ 10મી મેના રોજ સવારે 7 વાગ્યાથી ખુલશે. આ દિવસથી તમામ શિવ ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી શકશે.
ADVERTISEMENT
પંચમુખી ડોલી 6 મેના રોજ બાબાના ધામ માટે રવાના થશે
કેદારનાથની ભોગૌલિક પરિસ્થિતિના આધારે દરવાજા વર્ષમાં છ મહિના બંધ રહે છે. આ વર્ષે ભગવાનના કપાટ ખોલવાની પ્રક્રિયા 6 મેથી શરૂ થઇ જશે. દિર સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે અને 9મી મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે.
આ તારીખે બંધ થયા હતા દર્શન
ચાર ધામમાં સામેલ એક પવિત્ર ધામ એટલે કેદારનાથ જેના કપાટ 15 નવેમ્બર 2023 ના કારતક માસના શુક્લ પક્ષના શુભ અવસર પર સવારે 8.30 કલાકે નિયમો અને અનુસાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરમાં નિયમિત પૂજા અને દર્શન કર્યા બાદ દરવાજા બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT