ફેન્સના 'બબીતા જી' કરોડોની માલિક છે, 'Tarak Mehta' નો એક એપિસોડ શૂટ કરવાના કેટલા રૂપિયા લે છે?

Munmun Dutta Net Worth: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બે પાત્રો હાલમાં ચર્ચામાં છે. એક 'બબીતા જી' એટલે કે મુનમુન દત્તા અને બીજું 'ટપ્પુ' એટલે કે રાજ અનડકટ છે.

Babitaji net worth

Babitaji net worth

follow google news

Munmun Dutta Net Worth: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બે પાત્રો હાલમાં ચર્ચામાં છે. એક 'બબીતા જી' એટલે કે મુનમુન દત્તા અને બીજું 'ટપ્પુ' એટલે કે રાજ અનડકટ છે. બુધવારે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી. આ બંને પાત્રોને ચાહકો ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, તેમના સગાઈના સમાચારથી ફેન્સ આનંદિત હતા. જોકે, મુનમુન અને રાજની ટીમે આ સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચો: TMKOC: વડોદરામાં સગાઈની વાત પર 'બબીતાજી' અને 'ટપ્પુ'નું પહેલું નિવેદન, જુઓ શું કહ્યું

બબીતાજી પાસે કેટલી પ્રોપર્ટી?

સગાઈના સમાચાર પછી બધા મુનમુન દત્તા વિશે વાત કરવા લાગ્યા. શોમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી મુનમુન રિયલ લાઇફમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ રહે છે. મુનમુનનો પોતાનો ફેન બેઝ છે, જે તેની સુંદરતા પર ફીદા છે. તો આજે વાત કરીએ કે ફેન્સની ફેવરિટ બબીતા ​​જી પાસે કેટલી પ્રોપર્ટી છે.

ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

મુનમુન દત્તા માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે મનીષા કોઈરાલા, પૂજા ભટ્ટ, ડિનો મોરિયા અને ગુલશન ગ્રોવર સાથે કામ કર્યું છે. મુનમુન 2006માં રિલીઝ થયેલી ફિલ્મ હોલીડેમાં પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં EWS આવાસ યોજનાની જાહેરાત

તારક મહેતાના એક એપિસોડ માટે કેટલા પૈસા લે છે?

જોકે, મુનમુનને 'તારક મહેતા'ના શોથી જ ખ્યાતિ મળી હતી. મુનમુન આ શોની લાઈફ છે. રિપોર્ટ્સનું માનીએ તો મુનમુન એક દિવસના શૂટિંગ માટે લગભગ 35 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે. મુનમુન દત્તા યુટ્યુબ પર પણ ઘણી એક્ટિવ છે અને તે અહીંથી પણ વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. તેની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 30 કરોડ રૂપિયા છે. મુનમુન માત્ર યુટ્યુબ દ્વારા જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે.

બબીતાજી પાસે કારનું કલેક્શન

ફેન્સની ફેવરિટ મુનમુન પાસે વાહનોનું પણ સારું કલેક્શન છે. અભિનેત્રી પાસે ઈનોવા ક્રિસ્ટા અને સ્વિફ્ટ ડીઝાયર કાર છે, જેની કિંમત લગભગ 17 લાખ રૂપિયા છે. સ્વિફ્ટની કિંમત 10 લાખ રૂપિયા છે.

    follow whatsapp