બિગ બીનો ચોંકાવનારો નિર્ણય! જાણો અમિતાભ બચ્ચન કોના નામે કરશે 3200 કરોડની સંપત્તિ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરી હતી. જોકે, ઈન્ડસ્ટ્રીમાં…

gujarattak
follow google news

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરી હતી. જોકે, ઈન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ એંગ્રી યંગ મેન તરીકે બની. તેમણે ‘દીવાર’, ‘જંજીર’, ‘શોલે’, ‘ડોન’ અને ‘કુલી’ જેવી ફિલ્મોમાં કામ કરીને મોટા પડદા પર ધૂમ મચાવી હતી. સાથે જ તેમણે ચાહકોના દિલમાં પણ જગ્યા બનાવી લીધી. આજે 80 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મો અને ટીવીમાં કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની પ્રોપર્ટીને લઈને મોટી વાત કરી છે.

કોને કેટલી સંપત્તિ મળશે?

60ના દાયકાના અંતમાં શરૂ થયેલી અમિતાભ બચ્ચનની કારકિર્દી ઘણી લાંબી અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. લગભગ 6 દાયકાના આ સમયગાળામાં અમિતાભ બચ્ચને કરોડોની સંપત્તિ એકઠી કરી છે. થોડા વર્ષો પહેલા મેગાસ્ટારે તેના ગેમ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર કહ્યું હતું કે તેમના મૃત્યુ પછી આ સંપત્તિનું શું થશે. બિગ બીએ કહ્યું હતું કે તેમના મૃત્યુ બાદ કરોડોની આ સંપત્તિ તેમના બે બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાને સમાન રીતે વહેંચવામાં આવશે.

ટ્વીટમાં પણ કરી ચૂક્યા છે સ્પષ્ટતા

આ પહેલા તેઓ એક ટ્વીટ દ્વારા પણ આ વાત સ્પષ્ટ કરી ચૂક્યા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘જ્યારે હું મૃત્યુ પામીશ, ત્યારે આ દુનિયામાં જે પણ સંપત્તિ છોડીને જઈશ તે મારા દીકરા અને દીકરીને સમાન રીતે વહેંચવામાં આવશે.’

દીકરી શ્વેતાના નામે કર્યો આ બંગલો

એક રિપોર્ટ અનુસાર, શુક્રવાર, 24 નવેમ્બરના રોજ અમિતાભ બચ્ચને મુંબઈના જુહુમાં આવેલો પોતાનો બંગલો ‘પ્રતીક્ષા’ દીકરી શ્વેતા બચ્ચન નંદાના નામે કરી દીધો. વિઠ્ઠલનગર હાઉસિંગ સોસાયટીમાં બનેલો આ બંગલો 674 ચોરસ મીટર અને 890.47 ચોરસ મીટરના બે પ્લોટમાં બનેલો છે. બંને પ્લોટ સહિત આ મિલકતની કુલ કિંમત રૂ. 50.63 કરોડ છે. પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં અમિતાભ બચ્ચન પરિવાર સાથે આ બંગલામાં રહેતા હતા. હવે તેમણે આ બંગલો શ્વેતા બચ્ચન નંદાના નામે કરી દીધો છે.

કેટલી છે બિગ બીની નેટવર્થ?

અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં બીજા પણ બે બંગલા છે, જેનું નામ જલસા અને જનક છે. તેઓ વર્ષોથી જલસામાં પરિવાર સાથે રહે છે. તેમની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 3200 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ્ અનુસાર, બિગ બીની આવકનો સૌથી મોટો સ્ત્રોત ફિલ્મો છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા લે છે. જ્યારે ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમણે 8-10 કરોડ રૂપિયા ફી લીધી હતી.

ટીવી શૉને કરે છે હોસ્ટ

આ સિવાય તેઓ ટીવી પર ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરે છે. સાથે જ બ્રાન્ડ્સના પ્રમોશનમાં પણ સામેલ છે. બિગ બીનું નામ ફ્લિપકાર્ટથી લઈને કલ્યાણ જ્વેલર્સ અને ફર્સ્ટક્રાઈ સુધીની ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલું છે. રિપોર્ટ્સનું માનીએ તો તેઓ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે 5થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બિગ બી પાસે છે પ્રાઈવેટ જેટ

રિપોર્ટ્સ અનુસાર, કરોડોની કિંમતના ત્રણ બંગલા હોવાની સાથે અમિતાભ બચ્ચન પાસે બેન્ટલી, રોલ્સ રોયસ, ઓડી સહિતની અનેક લક્ઝરી કાર છે. તેમની કાર Bentley Continental GT ની કિંમત 3.29થી 4.04 કરોડ રૂપિયા, Rolls Royce Phantomની કિંમત 8.99 કરોડ રૂપિયા, Lexus LX570ની કિંમત 2.32 કરોડ રૂપિયા અને Audi A8Lની કિંમત 1.64 થી 1.94 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં બિગ બી પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે.

    follow whatsapp