PM Kisan Yojana 17th Installment Date 2024 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (18 જૂન 2024)ના રોજ વારાણસીમાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે. જેમાં 9.26 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે. આ સિવાય પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વસહાય જૂથોને પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે કામ કરવા માટે પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. જેથી કરીને તેઓ પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે કામ કરી શકે અને સાથી ખેડૂતોને ખેતીમાં મદદ કરી શકે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે 17મો હપ્તો કરશે રિલીઝ
લગભગ 9 કરોડથી વધુ ખેડૂતોને 17મા હપ્તાનો લાભ મળશે. પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા દરેક ખેડૂતને દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આવતીકાલે 17મા હપ્તા તરીકે ખેડૂતોને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવશે.
કયા ખેડૂતોને હપ્તો નહીં મળે?
17મા હપ્તાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જે ખેડૂતોએ આ કામ ન કર્યું હોય તો તેઓ નિયમો હેઠળ હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.
મોદી ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ પણ કરશે
તે જ સમયે, પીએમ નરેન્દ્ર મોદી કાશીથી ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ (KKC) પણ લોન્ચ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનોને જોવા માટે સ્ટોલની મુલાકાત લેશે અને 21 પ્રગતિશીલ ખેડૂતોને પણ મળશે.
પીએમ મોદી આટલી રકમ જાહેર કરશે
આ વખતે 17મા હપ્તા તરીકે DBT દ્વારા રૂ. 20 હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે. ત્યારબાદ પીએમ મોદી સ્વ-સહાય જૂથોના 30 હજારથી વધુ સભ્યોને પ્રમાણપત્ર આપશે, જેમને કૃષિ સખીઓ તરીકે તાલીમ આપવામાં આવી હતી.
16મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવ્યો?
જો આપણે 16મા હપ્તાની વાત કરીએ તો, આ હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં લગભગ 9 કરોડ પાત્ર ખેડૂતોને હપ્તાનો લાભ મળ્યો હતો.
પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ આ રીતે તપાસો
1. PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
2. આ પછી 'Know Your Status' પર ક્લિક કરો.
3. પછી રજીસ્ટ્રેશન નંબર ભરો.
4. આ પછી સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા દાખલ કરો.
5. બધી માહિતી ભરો અને Get Details પર ક્લિક કરો.
6. હવે તમે સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.
ADVERTISEMENT