મુંબઇ : મહારાષ્ટ્ર ભાજપ નેતા કિરીટ સોમૈયાનો એક કથિત સેક્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યાર બાદથી પ્રદેશનું રાજકારણ ગરમાઇ ગયું છે. વિપક્ષી દળોના નિશાન પર તેઓ આવી ચુક્યા છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, કિરીટ સોમૈયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવારના નજીકના અનિલ દેશમુખે કહ્યું કે, વાયરલ વીડિયોની ગૃહ વિભાગ પાસે તપાસ કરાવવામાં આવે અને સત્ય લોકો સમક્ષ આવવું જોઇે. બીજી તરફ શિવસેના ઉદ્ધવ જુથે આ મામલે વિધાન પરિષદમાં ઉઠાવવાની વાત કરી છે.
ADVERTISEMENT
સોમૈયાએ પોતે જ તપાસની માંગ કરી
સોમૈયાએ વાયરલ વીડિયોને રાજનીતિક કાવત્રું ગણાવ્યું છે. તેમણે આ અંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વીડિયોની તપાસ કરવા માટેની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, એક સમાચાર ચેનલ મારો એક વીડિયો ક્લિપ દેખાડી રહી છે. દાવો કરી રહી છે કે મે મહિલાઓને પરેશાન કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા અનેક વીડિયો ક્લિપ પણ છે અને મારી વિરુદ્ધ અનેક ફરિયાદો મળી છે. મે ક્યારે પણ કોઇ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો નથી. હું ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરુ છું કે, આવા આરોપોની તપાસ કરવામાં આવે અને વીડિયોની પ્રમાણીકતાને સત્યાપિત કરવામાં આવે. કિરીટ સોમાયૈ અનેક વખત વિપક્ષી દળો અનેક નેતાઓને ભ્રષ્ટાચારનાં કિસ્સામાં ઘેરતા રહ્યા છે.
કોઇને છોડવામાં નહી આવે
બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે એમસીએ નેતાઓને આરોપો અંગે કહ્યું કે, અમે કિરીટ સોમૈયાના કથિત વીડિયો અંગે વિસ્તૃત તપાસ કરીશું. અમે તે અંગે કંઇ પણ છુપાવીશું નહી. જો તમારી પાસે કોઇ માહિતી અને નક્કર પુરાવા હોય તો કૃપા અમને આપો. અમે કોઇને નહી છોડીએ. અમે મહિલાની ઓળખ જાહેર કરી શકીએ નહી પરંતુ પોલીસ દળ તમામ કાર્યવાહી કરશે. અમે સંમત છીએ કે અનિલ પરબ અને વિપક્ષી નેતા અંબાદાસ દાનવેની શું ભાવના છે. આ ખુબ જ ગંભીર મામલો છે. રાજનીતિમાં લોકો ઘણીવાર આકરા સમયનો સામનો કરવો પડે છે. ક્યારેક નેતાઓની વિશ્વસનીયતા પર પણ અસર પડતી હોય છે.
ADVERTISEMENT