નવી દિલ્હી : ઉત્તર કોરિયાની સત્તાવાર ચેનલ KRT અનુસાર, કિમે બુધવારે સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન ઉત્તર કોરિયાના દુશ્મનોને રોકવા માટેના જવાબી પગલાંની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોઈ દુશ્મન દેશનું નામ લેવામાં આવ્યું ન હતું.
ADVERTISEMENT
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને લીધો નિર્ણય
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ફરી એકવાર સમાચારમાં છે. કિમે પોતાની સેનાના ટોચના જનરલને બદલી નાખ્યા છે. એટલું જ નહીં, કિમે સેનાને યુદ્ધની સ્થિતિમાં તૈયાર રહેવા કહ્યું છે. કિમે હથિયારોના ઉત્પાદનમાં વધારો અને લશ્કરી કવાયત વધારવાનો આદેશ આપ્યો છે. ઉત્તર કોરિયાની સત્તાવાર ચેનલ KRT અનુસાર, કિમે બુધવારે સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ઉત્તર કોરિયાના દુશ્મનોવિરુદ્ધ તૈયાર રહેવા અપીલ કરી
આ દરમિયાન ઉત્તર કોરિયાના દુશ્મનોને રોકવા માટેના જવાબી પગલાંની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોઈ દુશ્મન દેશનું નામ લેવામાં આવ્યું ન હતું. KRT દ્વારા જારી કરાયેલા ફોટામાં જોઈ શકાય છે કે કિમ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ અને તેની આસપાસના વિસ્તારો તરફ ઈશારો કરતો જોવા મળી રહ્યો છે. રાજ્ય મીડિયાના જણાવ્યા અનુસાર જનરલ રીએ ટોચના સૈન્ય જનરલ, ચીફ ઑફ ધ જનરલ સ્ટાફ, પાક સુ ઈલનું સ્થાન લીધું છે.
જનરલને હટાવવા અંગે કોઇ ચોક્કસ કારણ નથી
યોંગ ગિલને નવા જનરલ બનાવવામાં આવ્યા છે. પાક સુઈલને હટાવવાનું કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે રી યોંગ ગિલ સંરક્ષણ પ્રધાન તરીકે ચાલુ રહેશે કે નહીં. રિપોર્ટ અનુસાર, કિમે હથિયારોની ઉત્પાદન ક્ષમતા વધારવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. ગયા અઠવાડિયે, તેણે વેપન્સ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેણે વધુ મિસાઈલ એન્જિન, આર્ટિલરી અને અન્ય હથિયારો બનાવવા કહ્યું હતું.
ADVERTISEMENT