Bihar Accident News: બિહારના ખગરિયામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોને કાળ ભરખી ગયો છે. જાનૈયાઓથી ભરેલી એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
લગ્નમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, કારમાં સવાર જાનૈયાઓ ચૌથમ વિસ્તારથી લગ્નમાંથી પરત આવી રહ્યા હતા અને આ દરમિયાન NH-31 પર આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં એક સાથે 7 લોકોના મૃત્યુ બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ છે.
3 લોકોની હાલત ગંભીર
આ અંગેની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોની સદર હોસ્પિટલ ખાગરિયામાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
ADVERTISEMENT