કેરળના મલપ્પુરમમાં બોટ પલટી જતા મોટી દુર્ઘટના, અત્યાર સુધી 21 લોકોનાં મોત, રેસ્ક્યુ અભિયાન ચાલુ

કેરળ: કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 21 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કેરળના…

gujarattak
follow google news

કેરળ: કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 21 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે સવારે તનુર અકસ્માત સ્થળની મુલાકાત લેશે. મુખ્યમંત્રીના આજ માટેના તમામ સત્તાવાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. રાજ્ય મંત્રી વી.અબ્દુરહમાને માહિતી આપી કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મૃત્યુઆંક 15 થી વધીને 21 થઈ ગયો છે. બચાવ અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.

જણાવી દઈએ કે અકસ્માત રાત્રે થયો હતો. આવી સ્થિતિમાં રાહત ટીમના જવાનોને વધુ મહેનત કરવી પડી છે. લોકોને બહાર કાઢવા માટે રાત્રીના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ માટે ટોર્ચ ચાલુ કરીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

PM મોદી અને શાહે દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ કેરળમાં બનેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ કહ્યું કે, ‘કેરળના મલપ્પુરમમાં દર્દનાક બોટ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. હું માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું
આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘કેરળના મલપ્પુરમમાં હાઉસબોટ ડૂબી જવાના સમાચારથી હું દુખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. ‘હું કોંગ્રેસના કાર્યકરોને બચાવ કામગીરીમાં અધિકારીઓને મદદ કરવા અપીલ કરું છું.

આ પહેલા ડિસેમ્બર 2022માં પણ બિહારમાં આવી ઘટના બની હતી. વાસ્તવમાં બિહારના પટનામાં એક મોટો અકસ્માત થયો હતો. તે સમયે ગંગા નદીમાં 15 લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા, જેમની શોધ માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.

    follow whatsapp