નવી દિલ્હી : કેજરીવાલ સરકારને જે મંત્રીના કારણે ગુજરાત અને હિમાચલમાં અસહજ થઇ જવું પડ્યું અને પ્રચાર પ્રસારની શરૂઆત કરી ત્યારથી લઇને અત્યાર સુધી ફ્રંટફુટ પર રમતી આપને બેકફુટ પર જવું પડ્યું હતું. ધર્માંતરણના કાર્યક્રમમાં હાજર રહીને હું કોઇ ભગવાનને પુજીશ નહી તેવા નિવેદનના કારણે ચર્ચામાં આવેલા નેતાએ આખરે રાજીનામું ધરી દીધું છે અથવા તો મુકાવી દેવાયું છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતમાં બેકફુટ પર આવી
આજે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હોદ્દા પરથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રવિવારે રાજીનામું આપ્યું હતું. હાલમાં જ તેઓ દેવી-દેવતાઓ પર આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. આ વિવાદ બાદ ભાજપે મુદ્દો પકડી લીધો હતો અને તેના મુદ્દે ભારે વિરોધનો સામનો પણ આમ આદમી પાર્ટીએ કરવો પડ્યો હતો. નાની મોટી ગમે તે બાબતે ટપાક દઇને પ્રતિક્રિયા આપી દેતા આપના નેતાઓ શોધ્યા હાથ નહોતા આવતા.પોતાના રાજીનામાના પત્રને ટ્વિટ કરીને લખ્યું કે, “આજે મહર્ષિ વાલ્મિકીજીનો પ્રગટ દિવસ છે અને બીજી તરફ માન્યવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો અને આજે ફરી જન્મ્યો છું. હવે હું કોઈ પણ પ્રકારના પ્રતિબંધો વિના સમાજ પર અત્યાચાર અને અધિકારો માટે વધુ મક્કમતાથી લડતો રહીશ.
જો કે નેતા પક્ષપલટો કરે તેવું લાગી રહ્યું છે
જો કે તેઓએ રાજીનામું આપતા સમયે જે પ્રકારનું ટ્વીટ કર્યું તે જોતા તેમની ભાષા પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ પાસે કમને રાજીનામું આપવું પડ્યું હતું. જેથી તેઓ ટુંક સમયમાં પક્ષાંતર પણ કરે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તેમણે લખ્યું કે, જુના બંધનોમાંથી મુક્ત થયો છું અને નવો જન્મ થઇ રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કોઇ નવા પક્ષમાં જોડાઇ શકે છે. જો કે આ વિવાદિત નિવેદન બાદ કયો પક્ષ તેમને સંઘરે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT