Delhi Pollution Today: દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓને બે દિવસ માટે બંધ કરી દીધી છે. દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણને જોતા હવે સીએમ અરવિંદ કેજરીવાલે આ મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દિલ્હીમાં આગામી 2 દિવસ ધોરણ 5 સુધીની સ્કૂલો બંધ રહેશે.
ADVERTISEMENT
પ્રદૂષણને કારણે લેવાયો નિર્ણય
ગુરુવારે (2 નવેમ્બર) રાજધાની દિલ્હીમાં દિવસભર ધુમ્મસવાળુ વાતાવરણ રહ્યું. આવી સ્થિતિમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણ બાળકો અને વૃદ્ધો માટે જોખમી માનવામાં આવે છે.
ડીઝલથી ચાલતી ટ્રક પર પ્રતિબંધ
આ પહેલા દિલ્હીમાં એર ક્વોલિટીના ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યા પછી તબક્કાવાર રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાને લાગુ કરવામાં આવ્યો હતો. આ હેઠળ રાજધાની દિલ્હીમાં બિન-જરૂરી બાંધકામ પ્રવૃત્તિઓ અને ડીઝલથી ચાલતા ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
સાંજે 5 વાગ્યે દિલ્હીમાં હતો 402 AQI
કેન્દ્ર સરકારની એર પોલ્યુશન કંટ્રોલ પ્લાન GRAP શિયાળાની ઋતુ દરમિયાન દિલ્હી-NCRમાં લાગુ કરવામાં આવે છે. સાંજે 5 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 402 હતો. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાની સ્થિતિની સમીક્ષા સાથે સંબંધિત બેઠકમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ જણાવ્યું કે, પ્રતિકૂળ હવામાન અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધવાની સંભાવના છે.
ADVERTISEMENT