નવી દિલ્હી : કર્ણાટકમાં જૈન મુનિની હત્યાનો મામલો સતત ગરમઇ રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી જી.પરમેશ્વરે બેલગાવી જિલ્લામાં થયેલા હત્યાકાંડની તપાસ CBI ને સોંપવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે મામલે તપાસ કરી રહેલી પોલીસની પણ સરાહના પણ કરી છે. તેમણે આ વાત તેવા સમયે કહી જ્યારે વિપક્ષી ભાજપે વિધાનસભામાં આ અંગે સીબીઆઇ તપાસની માંગ કરતા અવાજ ઉઠાવ્યો છે. વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે કે જે પ્રકારે પોલીસ આ કેસને સંભાળી રહી છે, તેવામાં લીપાપોતી થઇ શકે છે.
ADVERTISEMENT
બીજી તરફ જૈન સમુદાયે અનેક સ્થલો પર વિરોધ પ્રદર્શન પણ કર્યું. બેલગાવી જિલ્લામાં ચિક્કોડીમાં થયેલી જૈન મુનીની ક્રુર હત્યાની નિંદા કરતા તેણે ન્યાય માટેની માંગ પણ કરી હતી. ચિક્કોડી તાલુકાના હિરેનકોડી ગામમાં નંદ પર્વત આશ્રમના કામકુમાર નંદી મહારાજની હત્યા કરીને શબને રાયબાગ તાલુકાના ખટકભાવી ગામમાં બોરવેલમાં એક ખાડો ખોદીને ફેંકી દેવામાં આવ્યો હતો. જેનો ભારે વિવાદ થયો હતો. જી.પરમેશ્વરે કહ્યું કે, આવા કિસ્સામાં કોઇ ભેદભાવ નહી કરે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસે તત્કાલ ફરિયાદ દાખલ કરી અને આરોપિઓની પણ ધરપકડ કરી હતી. પોલીસે બોરવેલના ખાડામાં ફેંકાના શબના હિસ્સાઓ પણ જપ્ત કર્યા. હું ત્વરિત કાર્યવાહી માટે પોલીસની સરાહના કરૂ છું.
ઘટનાના વિરોધમાં હુબલીમાં અમરણ ઉપવાસની ધમકી આપ્યા બાદ જૈન સંત વરુણ ગુણાધરી નંદી મહારાજને મળવા પહોંચ્યા અને તેમની સાથે વાતચીત કરી. પરમેશ્વરે જણાવ્યું કે, તેમણે સંતની તમામ માંગ સાંભળી અને આશ્વાસન આપ્યું કે, કાર્યવાહી કરવામાં આવશે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ પ્રકારની ઘટનાઓ ફરી એકવાર ન થાય. મામલામાં સીબીઆઇ તપાસ કરાવવા અંગે સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, પોલીસ વિભાગ સંપુર્ણ સક્ષમ છે. આરોપીઓની તત્કાલ ધરપકડ કરવામાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હાલ તપાસ ચાલી રહી છે, માટે મને નથી લાગતું કે હાલ આ મામલે સીબીઆઇ અને અન્ય તપાસ એજન્સીઓને સોંપવાની જરૂર છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને તપાસ પુર્ણ થયા બાદ સત્યની માહિતી મળશે.
2 આરોપીઓની થઇ ચુકી છે ધરપકડ
પોલીસ કહી ચુકી છે કે, હત્યા અંગે તમામ પાસાઓ સાથે તપાસ ચાલી રહી છે અને 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની ઓળખ નારાયણ બસપ્પા માદી અને હસન દલાયથ તરીકે થઇ છે. જૈન સમુદાયના કેટલાક લોકોએ કામકુમાર નંદી મહારાજની હત્યાની તપાસ સીબીઆઇને કરાવવાની માંગ કરી છે. વિપક્ષી પાર્ટી ભાજપે આ મુદ્દે વિધાનસક્ષામાં ઉઠાવ્યો અે સીબીઆઇ તપાસની માંગ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ આ પૂર્વ નિયોજીત નિર્મમ હત્યા ગણાવી. વિજળીનો ઝટકો આપીને જૈન મુનિની હત્યાકઇ રીતે કરવામાં આવી. તેના શરીરને ટુકડાઓમાં કાપીને બોરવેલના ખાડામાં કઇ રીતે ફેંકી દેવામાં આવ્યા. આ અંગે વિસ્તારથી જણાવતા તેમણે આરોપ લગાવ્યો કે અપરાધિઓનું દુસ્સાહસ દર્શાવે છે કે, રાજ્યમાં કાયદાનો કોઇ જ ડર નથી. તેમણે કહ્યું કે, જૈન મુનિ અને આરોપી વચ્ચે કોઇ આર્થિક લેવડ દેવડ નહોતી, જેવો આરોપ લગાવાઇ રહ્યા છે.
ADVERTISEMENT