બેંગ્લુરૂ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આવાસ સામે રહેતા એક વૃદ્ધ વ્યક્તિએ શુક્રવારે સવારે સીએમના કાફલાને અટકાવ્યો હતો. તેમનો ઉદ્દેશ્ય સીએમના ઘર પર સતત આવનારા લોકોને કારણે થનારી પાર્કિંગ સમસ્યાઓ અંગે સમસ્યા વ્યક્ત કરવાનો હતો. સીએમ પોતાની મુલાકાત માટે નિકળ્યા હતા. આ દરમિયાન નરોત્તમ નામના વૃદ્ધે તેમની ગાડી અટકાવડાવી દીધી અને ખુબ જ કડક લહેજામાં પોતાની પીડા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અયોગ્ય રીતે પાર્કિંગની સમસ્યાને કારણે અમે ખુબ જ તંગ આવી ચુક્યા છીએ.
ADVERTISEMENT
મુખ્યમંત્રીનો કાફલો અટકાવી કર્યો હોબાળો
નરોત્તમ બેંગ્લુરૂમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આવાસ સામે રહે છે, જેમણે આજે શુક્રવારે મુખ્યમંત્રી સામે જ પોતાની ફરિયાદ ખુબ જ આકરા અંદાજમાં કરી હતી. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ફરિયાદ કરી હતી કે, સીએમને મળનારા લોકો પોતાના વાહન જ્યાં-ત્યાં પાર્ક કરી દે છે, જેમાં તેમના અને તેમના પરિવાર માટે પોતાનું વાહન કાઢવામાં પણ મુશ્કેલી થાય છે. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષથી આ શું ચાલી રહ્યું છે? અમે પરેશાન થઇ ચુક્યા છીએ.
વિપક્ષને ફાળવાયેલા આવાસમાં જ રહે છે સિદ્ધારમૈયા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાલ મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવેલા આવાસમાં નથી રહેતા. અત્યાર સુધી તેજ મકાનમાં રહી રહ્યા છે જે તેમને નેતા વિપક્ષ તરીકે તેમને ફાળવવામાં આવ્યો હતો. આરોપ છે કે અહીં આસપાસ રહેનારા લોકો મુખ્યમંત્રીને મળવા માટે આવનારા લોકોની ભીડ અને તમામ ગાડીઓના કારણે પરેશાન હોય છે. વૃદ્ધે ફરિયાદ નોંધાવી તો મુખ્યમંત્રીએ તુરંત જ પોતાના સ્ટાફને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.
ભાજપના નેતા યેદિયુરપ્પા સીએમ આવાસમાં રહે છે
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, જે હાલ પણ સીએમના અધિકારી આવાસમાં રહેતા હતા. હાલમાં જ આવાસ ખાલી કર્યું છે. જેના કારણે કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સીએમ આવાસમાં શિફ્ટ નહી થઇ શક્યા. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ઓગસ્ટમાં પોતાના અધિકારીક આવાસમાં શિફ્ટ થઇ જશે.
કોંગ્રેસે 135 સીટ જીતીને બનાવી છે સરકાર
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસે આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત પ્રાપ્ત કરી છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા. કોંગ્રેસે કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાંથી 135 સીટો જીતીને જોરદાર જીત પ્રાપ્ત કરી અને ભાજપનું એકમાત્ર દક્ષિણી રાજ્યની સત્તા બહાર કરી દીધા હતા. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઇ પણ દળ અથવા ગઠબંધનને 113 સીટો જીતવાની જરૂરિયાત હોય છે.
ADVERTISEMENT