Kapil Sharma Lashes Out At IndiGo: કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) ફરી એકવાર તેમના વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. કપિલ શર્માએ કેટલીક વિવાદાસ્પદ પોસ્ટ કરીને ફરી હેડલાઈન્સ બનાવી છે. પરંતુ આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર કંઈક એવું લખ્યું છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ખરેખર, હવે કપિલ શર્માનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક પોસ્ટ કરીને ‘ઈન્ડિગો’ને ઠપકો આપ્યો છે. પરંતુ એવું તો શું થયું કે કપિલ શર્મા અચાનક ‘ઈન્ડિગો’ પર લાલઘુમ થઈ ગયા અને તેને બેશરમ કહી દીધું. ચાલો જાણીએ….
ADVERTISEMENT
ઈન્ડિગો પર લાલઘુમ થયા કપિલ શર્મા
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કોમેડિયન ઈન્ડિગોમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમને ખૂબ જ ખરાબ અનુભવ થયો. જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે અને ‘ઈન્ડિગો’ની પોલ ખોલી દીધી છે. સૌથી પહેલા કપિલ શર્માએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘@IndiGo6E, પહેલા તમે અમને બસમાં 50 મિનિટ સુધી રાહ જોવડાવી અને હવે તમારી ટીમ કહી રહી છે કે પાયલોટ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, શું? ખરેખર? અમારે 8 વાગ્યા સુધીમાં ટેકઓફ કરવાનું હતું અને 9:20 વાગી ચૂક્યા છે, હજુ પણ કોકપિટમાં કોઈ પાઈલોટ નથી, શું તમને લાગે છે કે આ 180 મુસાફરો ફરી ઈન્ડિગોમાં ઉડાન ભરશે? ક્યારેય નહીં #indigo 6E 5149 #shameless.’
કપિલ શર્મા ભડક્યા
આ પછી તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તમામ મુસાફરો ફ્લાઈટમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આને શેર કરતા કપિલ શર્માએ કહ્યું કે, ‘હવે તેઓ પ્લેનમાંથી તમામ પેસેન્જર્સને ઉતારી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તમને બીજા પ્લેનથી મોકલીશું પરંતુ ફરીથી અમારે સુરક્ષા તપાસ માટે ટર્મિનલ પર પરત જવું પડશે.’ આ સાથે જ તેમણે ઈન્ડિગોને થંબ ડાઉન બતાવ્યો છે. આના પરથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કપિલ શર્મા ઈન્ડિગો પર ઘણા નારાજ છે અને તેઓ ફરી ક્યારેય ઈન્ડિગોમાં મુસાફરી કરશે નહીં.
વૃદ્ધ મુસાફરોને પડી મુશ્કેલીઓ
તમને જણાવી દઈએ કે, મામલો અહીં ન અટક્યો, આ પછી કપિલ શર્માએ એક એવો પણ વીડિયો અપલોડ કર્યો, જ્યારે મુસાફરો ઈન્ડિગો સ્ટાફ પર ગુસ્સે થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. ખાસ કરીને વૃદ્ધોને આ દરમિયાન ખૂબ જ તકલીફ પડી. આવી સ્થિતિમાં કપિલ શર્માએ આ વીડિયોને શેર કરતા લખ્યું કે, ‘લોકો તમારા કારણે ઘણા પરેશાન થઈ ગય છે. વ્હીલ ચેર પર કેટલાક વૃદ્ધ મુસાફરો છે, જેમની તબિયત સારી નથી. તમને શરમ આવવી જોઈએ ઈન્ડિગો.’
ADVERTISEMENT