કોલકાતા: 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે હાલમાં જ ક્રિકેટરોના મેન્ટલ હેલ્થ અને પ્રેશરને લઈને એક નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમની ખૂબ ટિકા કરવામાં આવી. જોકે તેમ છતા કપિલ દેવ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે ફરી એકવાર ભારતીય ક્રિકેટર્સના પ્રેશર, મેન્ટલ હેલ્થ અને વર્કલોડ મેનેજમેન્ટને લઈને આકરું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
‘100 કરોડમાંથી 20 લોકોને દેશ માટે રમવાનું ગૌરવ મળે છે’
કપિલ દેવે કહ્યું કે, 100 કરોડની વસ્તીવાળા દેશમાં 20 લોકોને દેશ માટે ક્રિકેટ રમવાનું ગૌરવ મળે છે. એવામાં તેમને ગર્વ થવો જોઈએ. ખુશ થવું જોઈએ નહીં કે પ્રેશર હોવાની વાત કરવી જોઈએ. કપિલ દેવે કહ્યું કે જો ક્રિકેટર્સને પ્રેશર વધારે જ લાગી રહ્યું હોય તો તેમને કોઈ રમવા માટે નથી કહી રહ્યું. તેઓ જઈને કેળા અને ઈંડાની દુકાન પણ ખોલી શકે છે.
IPLમાં રમવાની વાત પર શું બોલ્યા કપિલ દેવ?
કોલકાતાના એક પ્રોગ્રામમાં બોલતા કપિલ દેવે કહ્યું કે, IPL રમે છે, બહુ પ્રેશર છે. આ શબ્દો ખૂબ કોમન છે. વધારે પ્રેશર છે. તો અમે કહીએ છીએ કે ના રમશો. તમને કોણ રમવા માટે કહી રહ્યું છે. પ્રેશર છે તો ઈજ્જત પણ તમને જ મળશે. ગાળો પણ તમને જ પડશે. જો તમે તેનાથી ડરતા હોય તો ના રમશો. તમે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો અને તમને પ્રેશર છે, આવું કેવી રીતે થાય. 100 કરોડ લોકોમાંથી તમે 20 લોકો રમી રહ્યા છો અને બોલી રહ્યા છો કે પ્રેશર છે.
દેશ માટે રમવા પર તમને ગર્વ થવો જોઈએ
કપિલ દેવે આગળ કહ્યું કે, ‘બોલો કે આ તો ખૂબ જ ઈજ્જતવાળી વાત છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે કે આટલા બધા લોકોમાં મને ભારત માટે રમવાની તક મળી છે. તમારા પોતાનામાં ઈજ્જત હોવી જોઈએ કે હું દેશ માટે રમી રહ્યો છું. આ જે પ્રેશર છે તે અમેરિકન વર્ડ છે. તમારે કામ ન કરવું હોય તો ન કરશો, કોઈએ દબાણ થોડું કર્યું છે. જઈને કેળાની દુકાન ખોલો, ઈંડા વેચો.’ તેમણે પોતાની વાત મૂકતા કહ્યું કે, તમને કોઈ તક મળી રહી છે તો તેને પ્રેશર કેમ કહો છો. કહો કે અમને પોતાનું કામ કરવામાં ખૂબ મજા આવે છે. જે દિવસે તમે પોતાના કામમાં આનંદ લેવાનું શરૂ કરી દેશો, તો મજા આવવા લાગશે. તે જ કામને પ્રેશર કહેશો તો કંઈ ન થઈ શકે.
ADVERTISEMENT