Lok Sabha Elections: 2024ની લોકસભા ચૂંટણી લડશે Kangana Ranaut!, પિતાએ કર્યો ખુલાસો; ટિકિટને લઈને કહી આ વાત

Kangana Ranaut To Contest Lok Sabha Elections 2024: આગામી થોડા મહિનામાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ…

gujarattak
follow google news

Kangana Ranaut To Contest Lok Sabha Elections 2024: આગામી થોડા મહિનામાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.

ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી રાજનીતિના ક્ષેત્રમાં આવવા માંગે છે. આ અંગે અભિનેત્રીના પિતા અમરદીપ રનૌતે મોટો ખુલાસો કર્યો છે. કંગના રનૌતના પિતાએ પુષ્ટિ કરી છે કે કંગના રનૌત લોકસભાની ચૂંટણી લડશે. બેઠકને લઈને તેમણે કહ્યું કે કંગના રનૌતને ચૂંટણી ક્યાંથી ચૂંટણી લડાવવી છે તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

અભિનેત્રી કંગના રનૌતના પિતા અમરદીપનું કહેવું છે કે, જો ભાજપ તેમની દીકરીને ટિકિટ આપશે તે તે ચૂંટણી લડવા માટે તૈયાર છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ કંગના રનૌતને હિમાચલ, મહારાષ્ટ્ર અથવા ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. જો પાર્ટી તેમને હિમાચલથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરે છે, તો મંડી સંસદીય ક્ષેત્ર તેમની કર્મભૂમિ હોઈ શકે છે.

બે દિવસ પહેલા જે.પી નડ્ડા સાથે કરી હતી મુલાકાત

તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બેઠક બાદ અભિનેત્રી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. આ પછી હવે તેમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે કંગના રનૌત ચૂંટણી લડવા જઈ રહી છે.

    follow whatsapp