અમેરિકામાં કમલા હેરિસે નિવાસ સ્થાને આવી રીતે મનાવી દિવાળી, જુઓ આ Video

નવી દિલ્હીઃ આપણે ત્યાં ભારતમાં દિવાળીનો પર્વ ધામ ધૂમથી ઉજવાય છે પરંતુ હવે લગભગ દુનિયાના ખુણે ખુણે ભારતીયો અને આપણી પરંપરાઓ પહોંચી ગઈ છે. અમેરિકી…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ આપણે ત્યાં ભારતમાં દિવાળીનો પર્વ ધામ ધૂમથી ઉજવાય છે પરંતુ હવે લગભગ દુનિયાના ખુણે ખુણે ભારતીયો અને આપણી પરંપરાઓ પહોંચી ગઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ પોતાના નિવાસ સ્થાને દિવાળીના પર્વને ઉજવ્યો હતો.

કમલા હેરિસ ખુશખુશાલ મુદ્રામાં દેખાયા
અમેરિકામાં કમલા હેરિસે પોતાના પતિ અને કેટલાક અગ્રણીઓ ઉપરાંત બાળકો સાથે પોતાના નિવાસ સ્થાન નેવલ ઓર્ઝર્વેટરી પર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કમલા હેરિસ આ ઉજવણી દરમિયાન ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. તેમણે એક બીજાને હેપ્પી દિવાલી કહીને શુભકામનાઓ પણ આપી હતી. રંગબેરંગી રોશનીઓ અને દિવાઓથી તેમનું ઘર પણ સજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં તેમની સાથે તેમના પતિ અને ભારતીય અમેરિકન્સ એવા નીરા ટંડન, રિચા વર્મા, અજય ભુટોરિયા, વિવેક મૂર્તિ સહિતના ઘણા અગ્રણીઓ હાજર હતા. કેટલાક બાળકો પણ તેમની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરતાં વીડિયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત અહીં એક ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય વ્યંજનો રાખવામાં આવ્યા હતા.

    follow whatsapp