અમદાવાદ: ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીએ હવે અમેરિકામાં કમાલ કરી દીધી છે. કીર્તિદાન ગઢવીના કારણે કોઠારિયાના એક નાના એવા ગામના કમાને દેશ-વિદેશમાં જાણીતો બનાવી દીધો. ત્યારે હવે વિદેશમાં પણ કમાને ફેન્સ બની ગયા છે. હાલમાં નવરાત્રિ બાદ અનેક દેશોમાં ગરબાના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે કેનેડામાં કીર્તિદાનના કાર્યક્રમમાં ‘અમેરિકન કમો’ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
કમા જેવા દેખાતા યુવકને સ્ટેજ પર જોતા લોકો ઝૂમી ઉઠ્યા
15મી ઓક્ટોબરે કેનેડામાં કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ હતો. જેમાં કમા જેવા જ દેખાતા અમેરિકાના એક યુવકને બોલાવવામાં આવ્યો હતો. તેણે સ્ટેજ પર જોતા જ લોકોએ ચીચીયારીઓ પાડી હતી. બીજી તરફ ‘અમેરિકન કમા’એ પણ લોકોના દિલ જીત્યા હતા, અને તેના પર ડોલરોનો વરસાદ થયો હતો. જોકે યુવક કાર્યક્રમમાં એક કલાક હાજરી આપીને પરત જતો રહ્યો હતો, જોકે કલાકમાં જ તેણે કેનેડામાં વસતા ગુજરાતીઓને ઘેલુ લગાડ્યું હતું.
કોણ હતો કમા જેવો દેખાતો યુવક?
મૂળ સુરતના બારડોલીના સાગર પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. સાગર પટેલ અમેરિકાના ઓક્લાહોમામાં રહે છે અને તે પણ દિવ્યાંગ છે. તેઓ વધારે બોલી નથી શકતા. થોડું થોડું બોલી શકે છે. જોકે તેઓ કમા જોવા જ દેખાતા હોવાથી તેમને કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT