Kalyan Banerjee Makes Mimicry Of Jagdeep Dhankar : ગૃહમાં હોબાળો કરવાના કારણે અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ આ સસ્પેન્ડેડ સાંસદો ગૃહની સીડી પાસે બેસીને વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરી હતી.તેઓએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ગૃહ ચલાવવાની તેમની રીતની મજાક ઉડાવી. આ સમયે રાહુલ ગાંધી તેમની સામે ઊભા હતા અને હસતા તેમજ વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
જગદીપ ધનખડ પોતાની નારાજગી વ્યક્ત કરી
જે મામલે જગદીપ ધનખડ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે રાજ્યસભામાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મેં હમણાં જ એક ટીવી ચેનલ પર જોયું, જ્યારે એક સાંસદ અધ્યક્ષની મજાક ઉડાવી રહ્યા હતા અને આ દરમિયાન એક મોટો નેતા તેનો વીડિયો બનાવી રહ્યો હતો. આ મામલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેને સદ્દબુદ્ધિ આપે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કહ્યું કે, રાજકારણમા પક્ષ અને વિપક્ષ સામે સામે વિરોધ કરી શકે છે પરંતુ આ મામલે ગૃહ અધ્યક્ષને આનાથી દૂર રાખવા જોઈએ.
નામ લીધા વગર જગદીપ ધનખડે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
અધ્યક્ષ જગદીપ ધનખડ કોઈનું નામ નથી લીધું, પરંતુ રાહુલ ગાંધી જ આ વીડિયો બનાવી રહ્યા હતા. તો સ્પષ્ટ છે કે તેઓ રાહુલ ગાંધીથી નારાજ થયા હતા. કલ્યાણ બેનર્જીએ વિરોધ દરમિયાન જગદીપ ધનખડની સદન ચલાવવાની રીતની મજાક ઉડાવી હતી અને આ જોઈને ઘણા વિપક્ષી સાંસદો હસતા રહ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી પણ હસતા હતા અને પછી થોડી વાર પછી ખિસ્સામાંથી ફોન કાઢીને વીડિયો બનાવવા લાગ્યા.
ADVERTISEMENT