Kalyan Banerjee mimics : દેશના ઉપરાષ્ટ્રપતિ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રીનો મામલો ગઇકાલથી જ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. PM મોદીએ પણ તેની નિંદા કરી હતી.તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે ફોન પર પણ વાત કરી હતી. આ મામલે હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, હું રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડનું ઘણું સન્માન કરું છું. મારો ઇરાદો તેમને દુઃખ પહોંચાડવાનો ન હતો. જો મિમિક્રીની વાત છે તો તે એક કળા છે.
ADVERTISEMENT
જગદીપ ધનખડે આ બાબતને શરમજનક ગણાવી
ગઇકાલે લોકસભામાંથી સસ્પેન્ડ કર્યા વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન TMC સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા હતા. જોકે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ સાંસદની નકલ કરવા બદલ ટીકા કરી હતી. જગદીપ ધનખડે આ બાબતને શરમજનક, હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય ગણાવી હતી.
નામ લીધા વગર જગદીપ ધનખડે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
અધ્યક્ષ જગદીપ ધનખડ કોઈનું નામ નથી લીધું, પરંતુ રાહુલ ગાંધી જ આ વીડિયો બનાવી રહ્યા હતા. તો સ્પષ્ટ છે કે તેઓ રાહુલ ગાંધીથી નારાજ થયા હતા. કલ્યાણ બેનર્જીએ વિરોધ દરમિયાન જગદીપ ધનખડની સદન ચલાવવાની રીતની મજાક ઉડાવી હતી અને આ જોઈને ઘણા વિપક્ષી સાંસદો હસતા રહ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી પણ હસતા હતા અને પછી થોડી વાર પછી ખિસ્સામાંથી ફોન કાઢીને વીડિયો બનાવવા લાગ્યા.
ADVERTISEMENT