Gurpatwant Singh Pannun Case : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત ષડયંત્રને લઈને અમેરિકાની ચેતવણી બાદ ભારતનો સૂર બદલાઈ ગયો છે. આ મામલે જસ્ટિન ટ્રુડો ઘણી વખત તેમના વલણમાં બદલાવ કરતાં દેખાયા છે. ફરી એકવાર કેનેડાના પીએમએ ભારત પણ આંગળી ઉપાડી છે અને અમેરિકાની આડમાં ભારત વિરોધી નિવેદન આપતા જોવા મળ્યા છે.
ADVERTISEMENT
અમેરિકાએ શું લગાવ્યો છે આરોપ ?
અમેરિકાએ ગયા મહિને દાવો કર્યો હતો કે ભારતે કથિત રીતે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેને નિષ્ફળ કરવામાં આવ્યું હતું. પન્નુ અમેરિકન નાગરિક છે. જ્યારે ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. જેમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિક અને એક અજાણ્યા ભારતીય સરકારી અધિકારી પર પન્નુની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણી હોવાના અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને તપાસ માટે મોકલશું, પરંતુ આવી ઘટનાઓ અમેરિકા અને ભારતના સંબંધોને પાટા પરથી ઉતારી શકશે નહીં. ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો પર અસર વિશે વધુ કંઈ કહ્યું નથી. પરંતુ તે ચોક્કસપણે કહ્યું કે અમે પુરાવા પર વિચાર કરીશું.
ADVERTISEMENT