Junior Wrestlers Protest : રેસલિંગ એસોસિએશનના પ્રમુખના લઈ લાંબા સમયથી કુસ્તીબાજોનો વિરોધ ચાલી રહ્યો છે. સાક્ષી મલિકે વિરોધમાં કુસ્તી છોડી દેવાનો નિર્ણય કર્યો, અને બજરંગ પુનિયાએ પીએમના આવાસની સામે તેમનું પદ્મશ્રી મૂકી દીધું હતું. તો વિનેશ ફોગાટે તેનો અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર પરત કરવાનો નિર્ણય કર્યો. હવે હજારોની સંખ્યામાં જુનિયર કુસ્તીબાજો જંતર-મંતર પહોંચ્યા છે અને આ દિગ્ગજો વિરુદ્ધ નારા લગાવ્યા છે.
ADVERTISEMENT
જુનિયર કુસ્તીબાજોનો વિરોધ શા માટે ?
જંતર-મંતર પહોંચેલા જુનિયર કુસ્તીબાજોમાંથી લગભગ 300 બાગપતના છપ્રૌલીમાં આર્ય સમાજ અખાડામાંથી આવ્યા હતા, જ્યારે અન્ય ઘણા નરેલાની વીરેન્દ્ર કુસ્તી એકેડમીમાંથી આવ્યા હતા. વિરોધમાં જોડાવા માટે વિવિધ અખાડાઓમાંથી ઘણા લોકો અહીં આવ્યા હતા અને બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન, આ જુનિયર કુસ્તીબાજોને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓને જહેમત ઉઠાવવી પડી હતી.
યુવા પહેલવાનોએ સીનિયર પહેલવાનો પર આરોપ લગાવ્યો.જંતર-મંતર ખાતે સેંકડો યુવા પહેલવાનોએ એકઠા થઈને દિગ્ગજ પહેલવાનો પર બહુ મોટા આરોપ લગાવ્યા.પ્રદર્શનકારીઓના હાથમાં બેનર જોવા મળ્યા જેમાં લખ્યું હતું કે,બજરંગ, વિનેશ અને સાક્ષીએ દેશમાં કુશ્તીની સ્થિતિ ખરાબ કરી નાખી છે.
WFIમાં બ્રિજભુષણના નજીકના સંજય સિંહની પસંદગીથી નારાજગી
વાસ્તવમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ‘બબલુ’ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીત્યા હતા. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા રેસલર આને લઈને નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ.
જોકે, સંજય સિંહના નેતૃત્વમાં ભારતીય કુસ્તી મહાસંઘની નવી ચૂંટાયેલી કાર્યકારીણીને રમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી. મંત્રાલયે તેના નિર્ણયમાં કહ્યું હતું કે, WFI એ વર્તમાન નિયમોની સંપૂર્ણ અવગણના કરી છે. સત્તાવાર રિલીઝમાં, રમત મંત્રાલયે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્પર્ધાઓની જાહેરાત ઉતાવળમાં કરવામાં આવી હતી અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.
ADVERTISEMENT