ફોન ચાર્જમાં લગાવતા જ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી! આ સ્કેમ જાણી ઉડી જશે હોશ

Juice Jacking Scam: સાયબર ઠગો લોકોને છેતરવા માટે અલગ-અલગ તરકીબો અજમાવી રહ્યા છે. આજે અમે તમને એવી જ એક અનોખી પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા…

gujarattak
follow google news

Juice Jacking Scam: સાયબર ઠગો લોકોને છેતરવા માટે અલગ-અલગ તરકીબો અજમાવી રહ્યા છે. આજે અમે તમને એવી જ એક અનોખી પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જ્યુસ જેકિંગ (Juice Jacking). તેની મદદથી સ્કેમર્સ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટને સરળતાથી ખાલી કરી શકે છે. ચાલો જાણીએ કે આ જ્યુસ જેકિંગ (Juice Jacking) શું છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.

વાસ્તવમાં, સાયબર ઠગો દ્વારા એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને જ્યુસ જેકિંગ નામ આપવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને સાયબર સ્કેમર્સ ઘણા લોકોની જીવનભરની કમાણી લૂંટી લે છે. જ્યુસ જેકિંગ સાયબર ફ્રોડમાં યુઝરને ન તો કોઈ કૉલ આવશે અને ન તો કોઈ OTP પૂછશે. તેમ છતાં પણ યુઝરનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

જ્યુસ જેકિંગ કેવી રીતે કરે છે કામ?

જ્યુસ જેકિંગ ટેકનિકનો ઉપયોગ સ્કેમર્સ (ઠગો) દ્વારા કરવામાં આવે છે. આ માટે સ્કેમર્સ નકલી ચાર્જિંગ સ્ટેશનનું સેટએપ લગાવે છે. સ્કેમર્સ દ્વારા તૈયાર કરાયેલા કોઈ ચાર્જિંગ સ્ટેશન પર યુઝર પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂકતાની સાથે જ સ્કેમર્સ તેમાંથી બેન્કિંગ સહિતનો સંવેદનશીલ ડેટા ચોરી કરે છે.

આવી સ્થિતિમાં સાયબર ઠગો બેકિંગ એપ્સ અને મેસેજનું પણ એક્સેસ લઈ શકે છે. જે બાદ તેઓ બેંક એકાઉન્ટમાં લોગઈન કરી શકે છે અને એકાઉન્ટમાં રહેલા પૈસા આંખના પલકારામાં ઉઠાવી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આની તમને ખબર પણ નહીં પડે.

ક્યાં હોઈ શકે છે આ ફેક ચાર્જિંગ સ્ટેશન?

સ્કેમર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નકલી ચાર્જિંગ સ્ટેશન પબ્લિક પ્લેમાં ગમે ત્યાં હોઈ શકે છે. આ ફેક ચાર્જિંગ સ્ટેશન, બસ સ્ટેન્ડ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ વગેરે સ્થળોએ હોઈ શકે છે. તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.

જ્યુસ જેકિંગથી કેવી રીતે બચવું?

અમેરિકાની એજન્સી ફેડરલ કોમ્યુનિકેશન કમિશન તરફથી પણ જ્યુસ જેકિંગથી સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે. આ માટે કેટલીક સેફ્ટી ટિપ્સ પણ જણાવવામાં આવી છે. જ્યારે પણ તમે કોઈ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર મોબાઈલને ચાર્જ પર લગાવો, ત્યારે તેમાં પોપઅપ તરીકે કેટલાક ઓપ્શન દેખાય છે, જે share data, અથવા trust this computer અને charge only જેવા ઓપ્શન હોય છે. આવી સ્થિતિમાં તમે ફક્ત ચાર્જ ઓન્લીનો વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી સ્કેમર્સ મોબાઇલમાં હાજર એપ્સ અને એસએમએસ સુધી પહોંચી શકશે નહીં.

    follow whatsapp