Justice MR Shah Retirement : જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું, ‘હું નિવૃત્ત વ્યક્તિ નથી અને હું મારા જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છું.’Supreme court Judge ચોથા સિનિયર મોસ્ટ જજ એમ.આર.શાહ સોમવારે (15 મે) તેમના છેલ્લા કામકાજના દિવસે કોર્ટરૂમમાં ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે તેઓ નિવૃત્ત વ્યક્તિ નથી અને જીવનની નવી ઈનિંગ શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ શાહ, આગેવાની હેઠળની ઔપચારિક બેંચના ભાગ લીધો હતો. તેમના સંબોધનના અંતે તેઓ ભાવુક થઇ ગયા હતા. તેમણે રાજ કપૂરના પ્રખ્યાત ગીત જીના યહાં, મરના યહાં.કલ ખેલ મેં હમ હો ના હો…ની પંક્તિઓ ગાયી હતી. હું નિવૃત્ત વ્યક્તિ નથી અને હું મારા જીવનની નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છું, એમ જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું.
ADVERTISEMENT
શાહે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નવી ઇનિંગ્સ માટે મને શક્તિ, હિંમત અને સારું સ્વાસ્થ્ય આપે. વિદાય પહેલાં તેણે ગળામાં ડુમા સાથે કહ્યું, “હું રાજ કપૂરનું એક ગીત યાદ કરવા માંગુ છું- ‘કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દીશ મેં તારે રહેંગે સદા’. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા 34 છે. શાહની 2015 માં નિમણૂક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ જશે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી એક દિવસ પહેલા જ નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે. અને પછી અમારી મિત્રતા ગાઢ બની – CJI જસ્ટિસ એમઆર શાહને વિદાય આપવા માટે રચાયેલી ઔપચારિક બેન્ચની અધ્યક્ષતા કરતી વખતે CJI એ નિવૃત્ત જજ સાથેના તેમની મિત્રતાને યાદ કરી હતી.
CJI એ કહ્યું કે, જસ્ટિસ શાહ સાથે મારો સંબંધ એ સમયનો છે જ્યારે હું ભારતના એડિશનલ સોલિસિટર જનરલ હતો. તેઓ (જસ્ટિસ શાહ) સુપ્રીમ કોર્ટમાં આવ્યા ત્યારે અમારી મિત્રતા ગાઢ બની હતી. કોવિડ જેવા મુશ્કેલ સમયમાં અમે સાથે બેઠા હતા. સાંજે રમુજી વાર્તાઓ કહેતા હતા. CJIએ કહ્યું, જ્યારે હું CJI તરીકે આ શુભ પ્રસંગની અધ્યક્ષતાથી મુક્ત થઈશ, ત્યારે સાંજે તમારી સાથે સમય વિતાવવાનું પસંદ કરીશ. થોડી મજા હું તમને વાર્તાઓ કહીશ. જસ્ટિસ શાહના મિત્ર તરીકે હું તમારી સાથે સાંજે ફરી વાત કરીશ. તેમણે કહ્યું કે, જસ્ટિસ એમ.આર.શાહ સાથે બેસીને બેન્ચમાં તમામ પ્રકારના કેસોની સુનાવણી કરવાનો આનંદ હતો. તેઓ કોઈપણ પડકાર માટે હંમેશા તૈયાર હોય છે. આ સમય દરમિયાન પણ મને જાણવા મળ્યું કે, જ્યારે અમે અમારા ઘરોમાં બેસીને સુનાવણી કરતા હતા. ત્યારે તેઓ કેસની પહેલા અને પછી અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરવા માટે ખુબ જ લાંબુ હોમવર્ક કરતા રહેતા હતા. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, તે ક્યારેય કામથી ભાગી જનાર નથી. જો મેં તેમને કોઇ ચુકાદો મોકલ્યો હોય તો તેમની ટિપ્પણી સંપુર્ણ વાંચન બાદ રાત સુધીમાં આવી જશે.
1982માં વકીલ બનેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે તેઓ જસ્ટિસ શાહને લાંબા સમયથી ઓળખે છે અને તેઓ વકીલની જેમ નીડર છે. જસ્ટિસ મુકેશ કુમાર રસિકભાઈ શાહનો જન્મ 16 મે 1958ના રોજ થયો હતો અને 19 જુલાઈ 1982ના રોજ એડવોકેટ તરીકે નોંધણી થઈ હતી. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને જમીન, બંધારણ અને શિક્ષણની બાબતોમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી.તેમને 7 માર્ચ, 2004ના રોજ ગુજરાત હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 22 જૂન, 2005ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ શાહને 12 ઓગસ્ટ 2018ના રોજ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉન્નત થયા હતા અને 15 મે 2023ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
ADVERTISEMENT