US President Elections : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેણે આ અંગે પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. બાઈડનનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે ડેમોક્રેટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને તેમના સમર્થકો તેમને તેમનું નામ પાછું ખેંચવાની અપીલ કરી રહ્યા હતા. બાઈડનબાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની જગ્યાએ ડેમોક્રેટિક પક્ષમાંથી ઉમેદવાર કોણ હશે?
ADVERTISEMENT
જો બાઈડન 81 વર્ષના છે અને દાવો કરવામાં આવે છે કે તેમને ભૂલવાની સમસ્યા છે. તાજેતરના કાર્યક્રમોમાં તેઓ એટલા સક્રિય દેખાતા ન હતા અને આ જ કારણ હતું કે તેમના સમર્થકો તેમની ઉમેદવારીથી નિરાશ થયા હતા. પાર્ટીની અંદર અને પાર્ટીના સમર્થકો તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બાઈડનની જગ્યાએ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
જો બાઈડને કમલા હેરિસને આપ્યું સમર્થન
રાષ્ટ્રપતિ બાઈડને પોતાની X પોસ્ટમાં કહ્યું કે, "મારા સાથી ડેમોક્રેટ્સ, મેં નામાંકન ન સ્વીકારવાનો અને મારા કાર્યકાળના બાકી સમયમાં રાષ્ટ્રપતિ તરીકેની મારી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. 2020માં પાર્ટી ઉમેદવાર તરીકે મારો પ્રથમ નિર્ણય કમલાને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવાનો હતો, અને આ મારો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય રહ્યો છે."
બાઈડને કહ્યું, "આજે હું કમલાને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું. ડેમોક્રેટ્સ - હવે સાથે મળીને ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે."
જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો શું થશે?
અમેરિકન લોકશાહીની બે સદીઓમાં એવું જોવા મળ્યું છે કે મતદારોએ બરાક ઓબામાના રૂપમાં માત્ર એક જ અશ્વેત રાષ્ટ્રપતિને ચૂંટ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ બની નથી. આવી સ્થિતિમાં જો ડેમોક્રેટ્સ કમલા હેરિસને પોતાના ઉમેદવાર બનાવે છે તો અશ્વેત મતદારોની મોટી વસ્તી એકત્ર થઈ શકે છે.
કમલા હેરિસ માટે આ મોટો પડકાર બની શકે છે
જો કમલા હેરિસને ઉમેદવાર બનાવવામાં આવશે તો તેમની સામે સૌથી મોટો પડકાર ચૂંટણી પ્રચારનો રહેશે. ઉદાહરણ તરીકે, હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે માત્ર ત્રણ મહિના બાકી છે. આવી સ્થિતિમાં તેમના માટે ચૂંટણી પ્રચાર એક મોટો પડકાર હશે. ડેમોક્રેટ પાર્ટીમાં પણ કમલા હેરિસના નામને લઈને એક પ્રકારનો ક્રેઝ છે. જો તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને છે તો તે પાર્ટી માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT