શોકિંગઃ જોધા અકબર ફેમ અમન ધાલીવાલ પર અમેરિકામાં છરીથી હુમલો, જીમમાં વર્કઆઉટ કરતા બનાવ

નવી દિલ્હીઃ પંજાબી અભિનેતા અમન ધાલીવાર પર અમેરિકામાં છરીથી હુમલો થયો છે. આ હુમલામાં ધાલીવાલ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ‘ઈક…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ પંજાબી અભિનેતા અમન ધાલીવાર પર અમેરિકામાં છરીથી હુમલો થયો છે. આ હુમલામાં ધાલીવાલ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ‘ઈક કુડી પંજાબ દી’ના અભિનેતા ધાલીવાલ પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે જીમમાં કસરત કરી રહ્યા હતા. હુમલાની પુરી ઘટના અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલાનો વીડિયો પણ હવે ઈંટરનેટ પર ફરતો થઈ ગયો છે. ધાલીવાલની એક ફોટો સામે આવી છે જેમાં તેમના હાથ અને શરીરના અન્ય ભાગો પર પટ્ટીઓ લગાવાયેલી દેખાઈ રહી છે. હુમલાની આ ઘટના લગભગ સવારે 9.20 કલાકે થઈ, પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.

સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે પાવાગઢમાં મહાકાળીના દરબારમાં પહોંચીઃ Video

અમન ધાલીવાલ કોણ છે?
અમન ધાલીવાલ એક ભારતીય અભિનેતા છે મુખ્ય રુપે પંજાબી સિનેમામાં કામ કરે છે. તેમણે બોલિવુડની જોધા અકબર ઉપરાંત પંજાબની ઈક કુડી પંજાબ દી, અજ દે રાંઝે વગેરે ફિલ્મોમાં નજર આવી ચુક્યો છે. અમન પંજાબી ફિલ્મો ઉપરાંત બોલિવુડની જોધા અકબર અને બિગ બ્રધર જેવી ફિલ્મોમાં પણ નજરે પડી ચુક્યો છે. આ ઉપરાંત ધાલીવાલ ઈશ્ક કા રંગ સફેદ, પોરસ અને વિઘ્નહર્તા ગણેશ જેવી ટીવી સીરિયલ્સમાં પણ કામ કરી ચુક્યો છે.

જેમને ધાલીવાલ અંગે જાણકારી નથી તેમને જણાવીએ કે, અમન મિઠું સિંહ અને ગુરતેજ કૌર ધાલીવાલનો દિકરો છે. તેણે પોતાના જીવનની શરૂઆતના દિવસો મનસા, પંજાબમાં વિતાવ્યા છે. અમેરિકામાં થયેલા હુમલા પછી તણે સોશ્યલ મીડિયા થકી જાણકારી આપી કે તે હાલ બોલવા માટે અસમર્થ છે એટલે તે કોઈ ફોન ઉપાડી શકશે નહીં. હું જલ્દી જ વાત કરીશ, હાલ પહેલાથી સારું લાગી રહ્યું છે. ધાલીવાલે મેડિકલનું ભણતર લીધું છે. તેણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના એક મેડિકલ કોલેજથી રેડિયોલોજીમાં સ્નાતક અને હોસ્પિટલમાં ઈંટનશીપ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp