ઝારખંડના જામતારાથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામતારા અને વિદ્યાસાગર સ્ટેશન વચ્ચે ઘણા મુસાફરો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અંધારાના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેનો ચોક્કસ અંદાજ હજુ સામે આવ્યો નથી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ડાઉન લાઇન પર પસાર થતી ટ્રેનની અડફેટે ચડ્યા
મળતી માહિતી મુજબ, બેંગલુરુ-યસવંતપુર એક્સપ્રેસ ડાઉન લાઈનમાં પસાર થઈ રહી હતી. દરમિયાન લાઇનની સાઈડમાં પડેલા બાલાસ્ટની ધૂળ ઉડી રહી હતી, પરંતુ ધૂળ જોઈને ડ્રાઈવરને ટ્રેનમાં આગ લાગી હોવાની અને ધુમાડો નીકળી રહ્યો હોવાની શંકા ગઈ હતી.
ટ્રેનના મુસાફરો પાટા પર જતા રહ્યા
જેના કારણે ટ્રેન અટકાવી હતી. ટ્રેન અટકતાની સાથે જ મુસાફરો પણ ઉતરીને સામેના પાટા પર પહોંચી ગયા હતા. ૉઆ દરમિયાન અપ લાઇનમાં જતી EMU ટ્રેનની અડફેટે અનેક મુસાફરોના મોત થયા છે.
હાલ 2 લોકોના મોતની પૃષ્ટિ થઇ
આ મામલે જામતારા ડેપ્યુટી કમિશનરનું નિવેદન આવ્યું છે. તેણે લખ્યું, 'જામતારાના કાલાઝરિયા રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન મુસાફરો પર ચડી ગઈ. કેટલાક લોકોના મોતના અહેવાલ છે. કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેની પુષ્ટિ પછી કરવામાં આવશે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT