જાલોરના કેસ અંગે મેવાણી અને ગેહલોત વચ્ચે ખાસ ચર્ચા, પરિવારને સહાય કરવાની જાહેરાત

અમદાવાદ/રાજસ્થાનઃ ગુજરાતમાં આયોજિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત કોંગ્રેસના દલિત નેતા જિગ્નેશ…

gujarattak
follow google news

અમદાવાદ/રાજસ્થાનઃ ગુજરાતમાં આયોજિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત કોંગ્રેસના દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે મુલાકાત કરી હતી. દલિત બાળક સાથે થયેલી ઘટના મુદ્દે રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર અંગે મોટો હોબાળો થયો હતો. આ કેસ અંગે રાજસ્થાન સરકારે દલિત પરિવારને 20 લાખ રૂપિયાની સહાય તથા પરિવારજનોને સરકારી નોકરી આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આની સાથે જ કેસને ફાસ્ટટ્રેક પર આગળ વધારવા પણ ટકોર કરાઈ છે. આ અંગે અશોક ગેહલોતે ટ્વીટ કરી માહિતી આપી હતી.

જિગ્નેશ મેવાણી સાથે અશોક ગેહલોતની ચર્ચા…
ગેહલોતે ટ્વીટ કરી જણાવ્યું કે રાજસ્થાનના જાલોરમાં 9 વર્ષના દલિત બાળકના મૃત્યુથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. અમદાવાદમાં મેં જિગ્નેશ મેવાણી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. અમે આ ઘટનાથી ઘણા દુઃખી થયા છીએ અને દલિત પરિવારની સાથે છીએ. આની સાથે જ ગેહલોતે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.

કોંગ્રેસ પીડિત પરિવારને રૂ.20 લાખની સહાય કરશે
ત્યારપછી અશોક ગેહલોતે SC-ST એક્ટની સહાય રકમ તથા મુખ્યમંત્રી સહાયતા કોષથી પીડિત પરિવારને મદદ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ કમિટિ AICCના નિર્દેશ પર પીડિત પરિવારને 20 લાક રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. આની સાથે જ પરિવારના એક સભ્યને નોકરી આપવાના સંબંધમાં પણ તે આગળ તપાસ કરી રહ્યા છે. આ કેસ ઓફિસર સ્કીમમાં ઉમેરવામાં આવ્યો છે, જેનાથી ફાસ્ટ ટ્રેક ટ્રાયલ કરાવાઈ શકે.

    follow whatsapp