Jet Airways ના સ્થાપક Naresh Goyal ની ED દ્વારા ધરપકડ, 538 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

નવી દિલ્હી : જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શુક્રવારે સવારે ED અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ED સમક્ષ હાજર થયો ન…

ED arrest Naresh Goyal

ED arrest Naresh Goyal

follow google news

નવી દિલ્હી : જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શુક્રવારે સવારે ED અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ED સમક્ષ હાજર થયો ન હતો. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 538 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીનો આરોપ છે. તેની ધરપકડ પહેલા શુક્રવારે જ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શુક્રવારે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા

શુક્રવારે સવારે ગોયલને EDના અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ઇડી સમક્ષ હાજર થયા ન હતા. ઇડીના અધિકારીઓ તેને પૂછપરછ માટે લઇ ગયા હતા. જ્યાંથી તેને મુંબઈ લાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોયલ સામેનો આ ED કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

શું છે મામલો?

CBI FIRમાં કહેવામાં આવ્યું છે કે, 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો દાખલ કર્યા હતા. જેના કારણે કેનેરા બેંકને રૂ. 538.62 કરોડનું નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 25 વર્ષના ઓપરેશન પછી જેટ એરવેઝ એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. જેટ એરવેઝ ખૂબ જ દેવામાં ડૂબી ગઈ હતી. નરેશ ગોયલ પર વિદેશમાં ઘણી કંપનીઓ પર આડકતરી રીતે નિયંત્રણ કરવાનો આરોપ છે. આમાંની કેટલીક કંપનીઓ હેવન દેશોમાં પણ ટ્રાન્ઝેક્શન ધરાવે છે.

પ્રારંભિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, નરેશ ગોયલે ટેક્સ બચાવવા માટે દેશી અને વિદેશી કંપનીઓ વચ્ચે ઘણા શંકાસ્પદ વ્યવહારો કર્યા અને દેશની બહાર ફંડિંગ કર્યું હતું.

    follow whatsapp