મુંબઇ : ટીવીની ખ્યાતનામ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મિસેસ રોશનસિંહ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલના મુદ્દે સમાચાર આવી રહ્યા છે કે, અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ સેક્શ્યુઅલ હેરેસમેન્ટનો કેસ દાખલ કરાવ્યો. ત્યાર બાદથી જ આ સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો છે. બંન્ને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે, અસિતે અનેકવાર તેની પાસે સેક્શુઅલ ફેવર્સ માંગે છે. જો કે તેમણે શરૂઆતમાં વસ્તુઓને ઇગ્નોર કરી. તેમને ડર હતો કે તેમને કામ મળવાનું બંધ ન થઇ જાય. જેનિફરનું કહેવું છે કે શોના સેટનો માહોલ પણ પુરૂષપ્રધાન છે. સેટ પર બધા જ એક મજુરની જેમ કામ કરે છે.
ADVERTISEMENT
રોશને વીડિયો ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામ પર મુક્યો
જો કે હવે આ અંગે રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રીએ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, તેઓ આડકતરી રીતે અસિત મોદી પર પ્રહાર કરી રહ્યા હતા. જેમાં તેઓ કહી રહ્યા છે કે, સાચુ શું છે તે તો ખુદા પણ જાણે છે. વધારે અઝાણ્યા બનવાની જરૂર નથી. સાચુ શું છે તે તમે પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ. આ વીડિયોના કારણે અનેક ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિસ્ત્રીના આરોપો બાદથી તારક મહેતાના અન્ય કેટલાક કલાકારો પણ સમર્થનમાં આવ્યા છે. જેનિફર તરફે પણ અનેક કલાકારો આવ્યા છે તો ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાદકર પણ અસિત કુમાર મોદીના પક્ષે આવ્યા છે.
ભીડેનું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચંદવાદકરે આરોપોનું ખંડન કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, શોમાં ભીડેનું પાત્ર ભજવનારા અભિનેતા મંદાર ચંદવાદકરે જેનિફરના આરોપો અંગે રિએક્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, મને ખુબ જ તાજ્જુબ થઇ રહ્યો છે કે, તેમણે આવુ કેમ કર્યું. મને નથી ખબર કે તે બંન્ને વચ્ચે શું થયું છે અને શું વાત થઇ છે. જેનિફરના કોમેન્ટ અંગે રિએક્ટ કરતા મંદારે કહ્યું કે, સેટ પર મેલ શોવનિસ્ટ જેવું વાતાવરણ છે. પરંતુ મને એવું નથી લાગતું. જે એવું વાતાવરણ હોત તો 14 વર્ષ સુધી આ શો ચાલ્યો જ ન હોત. 14 વર્ષે પણ આ શો સફળતા પુર્વક ચાલી રહ્યો છે.
ADVERTISEMENT