JEE Advanced 2024: JEE એડવાન્સ 2024 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 27 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આ પરીક્ષા IIT મદ્રાસ દ્વારા લેવામાં આવશે. ઓનલાઈન એપ્લાય લિંક (JEE એડવાન્સ્ડ એપ્લાય લિંક) JEE એડવાન્સ્ડની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર સક્રિય કરવામાં આવી છે, જે 07 મે 05 PM સુધી સક્રિય રહેશે. જેમાં વિદ્યાર્થીઓએ ફૉર્મ ભરતા સમયે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જે આ પ્રમાણે છે.
ADVERTISEMENT
જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર
ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીએ આ બાબતે ધ્યાન રાખવું
- વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવી ત્યારબાદ ધો.10 -ધો.12ની માર્કશીટ તેમજ કેટેગરી સર્ટીફિકેટ અપલોડ કરવાનું રહેશે.
- OBC અને EWS વિદ્યાર્થીઓને 1 એપ્રિલ, 2024 પછીનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
- ફોર્મમાં વિદ્યાર્થી, માતા-પિતાનુ નામ, કેટેગરી, જેન્ડર, જન્મ તારીખ, ફોટો, સહી યોગ્ય ફોર્મેટમાં જ રજૂ કરવાનું રહેશે.
- ફૉર્મ ભર્યા બાદ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનો બદલાવ કરી શકશે નહી.
2023માં JEE એડવાન્સની સ્થિતિ અને બેઠકો | ||||
કેટેગરી | રજિસ્ટ્રેશન | હાજરી | ક્વોલિફાઈડ | બેઠકો |
જનરલ | 41718 | 39808 | 14006 | 7041 |
EWS | 315658 | 30588 | 5438 | 1738 |
OBC | 70777 | 67344 | 9212 | 4694 |
SC | 31101 | 29188 | 11021 | 2608 |
ST | 14490 | 13444 | 4096 | 1304 |
Total | 189744 | 180372 | 43773 | 17385 |
JEE એડવાન્સ્ડ 26 મે 2024 ના રોજ યોજાશે
JEE એડવાન્સ પરીક્ષા 26 મે 2024 ના રોજ દેશના 300 થી વધુ પરીક્ષાના શહેરોમાં બે શિફ્ટમાં લેવામાં આવશે. અરજી માટે, JEE-Mainsના આધારે પસંદ કરાયેલા ટોચના 2.50 લાખ ઉમેદવારો જ તેમના JEE Mains એપ્લિકેશન નંબર અને બનાવેલા પાસવર્ડ સાથે અરજી કરી શકે છે.
JEE એડવાન્સ માટે અરજી ફી
અરજી દરમિયાન, ઉમેદવાર દેશના કોઈપણ શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકે છે. આ પરીક્ષા કેન્દ્રોનો JEE મેન્સ પરીક્ષામાં પસંદ કરાયેલ પરીક્ષા કેન્દ્રો સાથે કોઈ સંબંધ રહેશે નહીં. દસ્તાવેજો અપલોડ કર્યા પછી ઉમેદવારે પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. આ પરીક્ષા ફી સામાન્ય, OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ. 3200, SC-ST અને તમામ વિદ્યાર્થીનીઓ માટે રૂ. 1600 છે.
ADVERTISEMENT