JDU National Executive Meeting News: નીતિશ કુમારની પાર્ટી જેડીયુ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બેઠકનો આજે બીજો દિવસ છે. ત્યારે આજેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેડીયુ અધ્યક્ષ લલનસિંહે રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમારને JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. લલનસિંહના રાજીનામા બાદ નીતિશ કુમારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
લલન સિંહ નારાજ નથી: વિજય ચૌધરી
લલન સિંહના રાજીનામા અને નીતિશ કુમારના જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા વિજય ચૌધરીએ કહ્યું કે લલન સિંહે પોતે કહ્યું હતું કે અગાઉ પણ મેં નીતિશ બાબુની સલાહ પર આ પદ લીધું હતું. તેમણે કહ્યું કે લલન સિંહે હવે લોકસભા ચૂંટણી લડવાના છે. લલન સિંહની નારાજગીના સમાચાર પર વિજય ચૌધરીએ કહ્યું કે લલન સિંહ નારાજ નથી. નીતિશ કુમાર અને લલન સિંહ બંને પ્રભાવશાળી ભૂમિકા ભજવશે.
2021માં અધ્યક્ષ બન્યા હતા લલનસિંહ
જુલાઈ 2021માં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં કેન્દ્રમાં નીતિશ ક્વોટામાંથી મંત્રી બનેલા આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ લલન સિંહને પાર્ટીની જવાબદારી મળી હતી. અગાઉ એવી અટકળો હતી કે લલન સિંહને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવશે, પરંતુ આરસીપી સિંહ બાજી મારી ગયા હતા.
ADVERTISEMENT