નવી દિલ્હી : વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા પોસ્ટ-પોલ સર્વેમાં મોટા ભાગના સર્વેમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને 99થી 109 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 88થી 98 બેઠકો મળવાનું અનુમાન છે. બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ બીજેપી બીજા નંબર પર રહેવાની ધારણા છે. આ સાથે જ જનતા દળ (સેક્યુલર) ત્રીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. આવી સ્થિતિમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં JDS કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ બુધવારે કહ્યું હતું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતવાની સંભાવના ધરાવતા 25 મતવિસ્તારોમાં નાણાકીય સંકટને કારણે પાર્ટીને ‘ઝટકો’ લાગી શકે છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, નાણાકીય સમસ્યાઓ હોવા છતાં, તેમની પાર્ટી બેઠકો જીતવાના સંદર્ભમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) કરતા આગળ રહેશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ‘કિંગ મેકર’ નહીં પરંતુ ‘કિંગ’ બનશે.
કુમારસ્વામીએ કહ્યું, “મને અફસોસ છે કે હું મારા કેટલાક ઉમેદવારોને આર્થિક મદદ કરી શક્યો નથી. મને આશા હતી કે પૈસાની બાબતમાં મને લોકોનો ટેકો મળશે, પરંતુ મને થોડો આંચકો લાગ્યો છે. ચિક્કાબલ્લાપુરા અને ડોડબલ્લાપુરા જેવા ઘણા મતવિસ્તારોમાં વિજેતા ઉમેદવારો છે, હું છેલ્લા તબક્કામાં ઉમેદવારોને આર્થિક રીતે ટેકો આપવામાં નિષ્ફળ ગયો છું.” અહીં પત્રકારો સાથે વાત કરતાં કુમારસ્વામીએ કહ્યું કે ભંડોળની અછતને કારણે લગભગ 20-25 મતવિસ્તારોમાં આંચકો આવી શકે છે. જ્યાં તેમની જીતની અપેક્ષા છે. તેમણે કહ્યું, “કેટલાક મતવિસ્તારોએ પાર્ટી ફંડમાંથી સારી રકમ લીધી છે અને કેટલીક જીતી શકાય તેવી બેઠકો માટે, હું પૂરતું ભંડોળ પૂરું પાડી શક્યો નથી અને તેના કારણે નુકસાન થયું છે. હું તેમને અપેક્ષા મુજબ સમર્થન આપી શક્યો નહીં, કારણ કે પક્ષને અપેક્ષિત દાન મળ્યું નથી.”
ADVERTISEMENT