નવી દિલ્હી : કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાથે મુલાકાત કરી હતી. સાથે જ ઔપચારિક રીતે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં જોડાઇ ગયા. કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સાથે જ ઔપચારિક રીતે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં જોડાયા હતા. બેઠક દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા.
ADVERTISEMENT
JDS નું NDA માં જોડાયા બાદ નડ્ડાએ ટ્વીટ કર્યું
JDS ના NDA માં જોડાયા બાદ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે, મને આનંદ છે કે, જેડી(એસ)એ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો હિસ્સો બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું હૃદયપુર્વક સ્વાગત કરીએ છીએ. તેનાથી એનડીએ અને પીએમ મોદીના ન્યૂ ઇન્ડિયા, સ્ટ્રોંગ ઇન્ડિયાના દ્રષ્ટિકોણને વધારે મજબુતી મળશે.
આજે ઔપચારિક રીતે અમે ભાજપ સાથે હાથ મિલાવવા અંગે ચર્ચા કરી
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે, આજે ઔપચારિક રીતે અમે ભાજપની સાથે હાથ મિલાવવા અંગે ચર્ચા કરી. અમે ઔપચારિક રીતે પ્રારંભિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અમારી કોઇ માંગ નથી.
જેડીએસ ઔપચારિક રીતે એનડીએ ગઠબંધમાં જોડાયા હતા
બીજી તરફ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું કહેવું છે કે, એનડીએને મજબુત બનાવવા માટે જેડીએસ આજે ઔપચારિક રીતે એનડીએ ગઠબંધનમાં શામિલ થઇ ગયા છે અને તેમને તે માટે શુભેચ્છાઓ પાઠવું છું. સીટોની વહેંચણી અંગે સંસદીય બોર્ડ અને જેડીએસ નિર્ણય કરશે.
ADVERTISEMENT