નવી દિલ્હી : આ વર્ષના અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ પઠાણ દ્વારા ફરી એકવાર બોક્સ ઓફીસના બાદશાહ બની ચુક્યા છે. અભિનેતા શાહરુખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ટીઝર આ મહિને રિલિઝ થવાનું છે. ફિલ્મના નિર્દેશક એટલીની આ પહેલી હિંદી ફિલ્મ હશે. તેનું ટીઝર રિલિઝ થવાની જાહેરાત તે વાત પર નિર્ભર કરે છે કે તેને રિલીઝ કરવા માટે દક્ષિણના જે અભિનેતા સાથે વાત ચાલી રહી છે, તેની તારીખ કયા દિવસ માટે કન્ફર્મ થાય છે. બીજી તરફ જે લોકોએ આ ટીઝર જોયુ છે, તે જણાવે છે કે તેમાં શાહરુખ ખાનનો એવો સ્વેગ જોવા મળશે, જેવો તેમના પ્રશંસકોએ પહેલા ક્યારે પણ નહી જોયો હોય.
ADVERTISEMENT
એટલીના કરિયરની પાંચમી ફિલ્મ
દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ રાજા રાની સાથે 10 વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરનારા નિર્દેશક એટલી કુમારે ગત્ત એક દશકમાં માત્ર ચાર ફિલ્મોનું નિર્દેશ કર્યું છે. તેમની ફિલ્મ અંધધરમ બે વર્ષ પહેલા સીધા જ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. એટલીની ફિલ્મ બિજિલે ઉત્તર ભારતીય દર્શકોનું પણ ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. જેમાં દક્ષિણના એક્શન સ્ટાર વિજયે અભિનેત્રી નયનતારા સાથે કામ કર્યું. નયનતારા જ ફિલ્મ જવાનમાં શાહરુખ ખાનની હીરોઇન છે. જો કે ફિલ્મ જવાનમાં તેમના ઉપરાંત અન્ય નાયિકાઓ પણ જોવા મળી શકે છે. આ એટલીની નિર્દેશક તરીકેની પાંચમી ફિલ્મ છે.
મળતી માહિતી અનુસાર ફિલ્મ જવાનમાં શાહરુખ ખાન એક એવા પાત્રમાં જોવા મળશે જે પીડિત મહિલાઓ માટે મસીહા બનશે. ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં હોવાની પણ વાત છે. જો કે ફિલ્મ સાથે જોડાયેલા સુત્રો અનુસાર એવું કંઇ નથી તેવામાં આ વાત તુક્કો પણ સાબિત થઇ શકે છે. ફિલ્મ જવાન એક એવા વ્યક્તિની વાત છે જે હથિયારચલાવવાની શારીરિક દક્ષતામાં નિપુણ છે. તે જુલ્મનો શિકાર બનેલી મહિલાઓને પ્રિશિક્ષિત કરીને તેમને અન્યાયનો સામનો કરવા માટે તૈયાર કરે છે. ફિલ્મમાં નયનતારા ઉપરાંત સાન્યા મલ્હોત્રા, ઋદ્ધિ ડોગરા, આસ્થા અગ્રવાલ અને પ્રિયામણી પણ જવાનની આ સેનામાં જોડાતી જોવા મળશે. પ્રિયામણીની હિંદી સિનેમાની અંદર શરૂઆત શાહરુખની ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસથી થઇ હતી.
ADVERTISEMENT