Jasprit Bumrah IND vs SL ODI માં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બુમરાહને શ્રીલંકાની વિરુદ્ધ યોજાનારી મેચોની વન ડે સીરીઝ માટે સ્કવોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા 2022 બાદ પહેલીવાર ટીમમાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમને શ્રીલંકાની વિરુદ્ધ પોતાના જ ઘરમાં ત્રણ ટી20 અને ત્રણ વન ડે મેચોની સીરીઝ રમવાની છે. પહેલા ટી20 ની સીરીઝ હશે. જેની પહેલી મેચ મંગળવારે (3 જાન્યુઆરી) ના દિવસે ખોલવામાં આવશે. ત્યાર બાદ ત્રણ વન ડે મેચોની સીરીઝ રમવામાં આવશે. આ ત્રણેય વન ડે 10,12 અને 15 જાન્યુઆરીના દિવસે રમવામાં આવશે.
જસપ્રીત બુમરાહની પીઠ પર ઇજાને કારણે અનફીટ હતા
29 વર્ષના જસપ્રીત બુમરાહ પીઠ પરની ઇજાને કારણે સપ્ટેમ્બર 2022 થી ક્રિકેટિંગ એક્શનથી દુર હતા. તેમણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની મેચ પણ નહોતા રમ્યા. તેઓ ત્યારથી જ બેંગ્લુરૂ ખાતે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં રિહેબ માટે લવાયા હતા. જો કે હવે એનસીએ દ્વારા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી હવે તે વન ડે ક્રિકેટ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવશે.
જસપ્રીતે સપ્ટેમ્બર બાદ કોઇ મેચ નથી રમી
જસપ્રીત બુમરાહે ગત્ત મેચ 25 સપ્ટેમ્બર, 2022 ના રોજ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હૈદરાબાદ ટી20 મેચ રમી હતી. આ મેચમાં બુમરાહે 50 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી નહોતી. ત્યાર બાદ બુમરાહને બેક સ્ટ્રેસ ફેક્ચરના કારણે સૌથી પહેલા એશિયા કપ ત્યાર બાદ ટી20 વર્લ્ડ કપમાંથી પડતો મુકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાં પણ છેલ્લી ઘડીએ ઇજાના કારણે પડતો મુકાયો હતો. જો કે હવે તે ફરી ભારતીય ટીમમાં જોડાઇ ચુક્યો છે.
વન ડે સીરીઝ માટે ભારતીય સ્કવોર્ડ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મો.શમી, મો. સિરાઝ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
ADVERTISEMENT