ટીવી એક્ટ્રેસને આંખે દેખાતું બંધ થયું, તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો ચેતી જજો

TV Actress Jasmin Bhasin: ટીવી પડદાની ફેમસ એક્ટ્રેસ જસ્મીન ભસીન થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઈવેન્ટમાં ગઈ હતી. અહીં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું, જેના પછી તેને આંખેથી દેખાવાનું બંધ થઈ ગયું.

Jasmin Bhasin

Jasmin Bhasin

follow google news

TV Actress Jasmin Bhasin: ટીવી પડદાની ફેમસ એક્ટ્રેસ જસ્મીન ભસીન થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઈવેન્ટમાં ગઈ હતી. અહીં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું, જેના પછી તેને આંખેથી દેખાવાનું બંધ થઈ ગયું. વાસ્તવમાં, એક્ટ્રેસે તેની આંખોમાં લેન્સ પહેર્યા હતા અને અતિશય પીડા બાદ તેની આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં પોતાનો અનુભવ કહ્યો છે.

બિગ બોસ અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં દેખાઈ ચૂકેલી જાસ્મીન ભસીને જણાવ્યું કે, તેના કોન્ટેક્ટ લેન્સમાં સમસ્યાને કારણે તેની કોર્નિયા ખરાબ થઈ ગઈ છે. તેને આ સમસ્યા 17 જુલાઈથી થવા લાગી હતી. તે સમયે તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કોન્ટેક્ટ લેન્સ પછી જાસ્મિનને થઈ સમસ્યાઓ

જાસ્મીન ભસીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું 17 જુલાઈએ દિલ્હીમાં એક ઈવેન્ટ માટે હતી જેના માટે હું તૈયાર થઈ રહી હતી. મને ખબર નથી કે મારા લેન્સમાં શું સમસ્યા હતી, પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં પીડા થવા લાગી અને ધીમે ધીમે આ દુઃખાવો વધવા લાગ્યો ."

જસ્મીન ભસીન પોતાની દૃષ્ટિ ગુમાવી ચૂકી હતી

જાસ્મીન ભસીને જણાવ્યું કે, આંખની તકલીફ હોવા છતાં તે ઈવેન્ટમાં આવી હતી. તે સમયે તે જોઈ પણ શકતી ન હતી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, "હું ડૉક્ટર પાસે જવા માંગતી હતી, પરંતુ વર્ક કમિટમેન્ટ હતું, આથી મેં પહેલા ઇવેન્ટમાં અને પછી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. મેં ઇવેન્ટમાં સનગ્લાસ પહેર્યા હતા અને ટીમે મને વસ્તુઓ સંભાળવામાં મદદ કરી હતી, કારણ કે એક સમય પછી હું કંઈ જોઈ શકતી નહોતી."

જાસ્મીન ભસીન પીડામાં છે

જાસ્મીન ભસીને વધુમાં જણાવ્યું હતું કે, "બાદમાં રાત્રે અમે આંખના નિષ્ણાત પાસે ગયા, જેમણે મને કહ્યું કે મારી કોર્નિયાને નુકસાન થયું છે અને મારી આંખો પર પાટો બાંધ્યો છે. બીજા દિવસે હું મુંબઈ ગઈ અને અહીં મારી સારવાર કરાવી રહી છું. હું ઘણી બીમારીમાં છું. મને ડૉક્ટરોએ કહ્યું છે કે હું આગામી ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મારે મારી આંખોની સારી સંભાળ લેવાની જરૂર છે. જાસ્મીન ભસીને કહ્યું કે આ તબક્કામાંથી પસાર થવું તેના માટે બિલકુલ સરળ નથી. દર્દના કારણે તે ઊંઘી પણ શકતો નથી.

    follow whatsapp