‘મહિલાઓ બ્યૂટી પાર્લરમાંથી લીપા પોતી કરાવીને આવે છે…’ ઝારખંડના મુખ્યમંત્રીની જીભ લપસી

Hemant Soren News: ઝારખંડના લોહરદગામાં ‘આપકી યોજના આપકી સરકાર આપકે દ્વાર’ કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી હેમંત સોરેનની જીભ વિપક્ષ પર પ્રહાર કરતા લપસી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્ર…

gujarattak
follow google news

Hemant Soren News: ઝારખંડના લોહરદગામાં ‘આપકી યોજના આપકી સરકાર આપકે દ્વાર’ કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી હેમંત સોરેનની જીભ વિપક્ષ પર પ્રહાર કરતા લપસી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની હાઈસ્પીડ ટ્રેનોની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. જૂના ડબ્બા અને તેના ભાગોને રંગીને નવો દેખાવ આપવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

મહિલાઓ પર આપ્યું વિવાદિત નિવેદન

મુખ્યમંત્રી આટલે જ ન અટક્યા, તેમણે તેની સરખામણી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે જતી મહિલાઓ સાથે કરી નાખી. તેમણે કહ્યું કે, મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈને સંપૂર્ણ લીપા પોતી કરાવે છે, તેવી જ રીતે સરકારે જૂની ટ્રેનને પેઇન્ટ કરાવ્યા પછી મોકલી રહી છે.

ઝારખંડ કેબિનેટ દ્વારા 32 દરખાસ્તોને મંજૂરી

નોંધનીય છે કે ઝારખંડ મંત્રાલયમાં તાજેતરની કેબિનેટની બેઠકમાં કુલ 32 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે બોકારોમાં 24 શીખ રમખાણો પીડિતોને 1 કરોડ રૂપિયાથી વધુનું વળતર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ રકમ તમામ પીડિતોમાં વહેંચવામાં આવશે.

 

    follow whatsapp