VIDEO : રનવે પર આગના ગોળાની જેમ દોડતું દેખાયું વિમાન, મુસાફરો ઈમરજન્સી ગેટ પરથી કૂદયા… જાપાનમાં ફ્લાઇટ અકસ્માતના દર્દનાક દ્રશ્યો

Japan Plane Fire : ટોક્યો હોનેડા એરપોર્ટના રનવે પર આજે બે વિમાન સામ સામે ટકરાઇ ગયા. જેના કારણે જાપાન એરલાઇન્સના યાત્રી વિમાનમાં ભયાનક આગ લાગી…

gujarattak
follow google news

Japan Plane Fire : ટોક્યો હોનેડા એરપોર્ટના રનવે પર આજે બે વિમાન સામ સામે ટકરાઇ ગયા. જેના કારણે જાપાન એરલાઇન્સના યાત્રી વિમાનમાં ભયાનક આગ લાગી ગઇ હતી. આ દરમિયાન યાત્રી વિમાન આગનો ગોળો બનીને રનવે પર દોડતું રહ્યું. આ પ્લેનમાં 379 યાત્રીઓ બેઠેલા હતા. જેમણે સળગતા વિમાનમાંથી કુદીને પોતાના જીવ બચાવ્યા અને સમય રહેતા જ તમામ યાત્રીઓ સુરક્ષીત રીતે બહાર નિકળી ગયા. અત્યાર સુધીમાં મળતી માહિતી અનુસાર, વિમાનમાં છ ક્રૂ સભ્યોમાંથી પાંચ મૃત્યુ પામ્યા છે. કોસ્ટ ગાર્ડનું આ વિમાન ભૂકંપ પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું. પરંતુ મદદ મળે તે પહેલા જ તેને અકસ્માત થયો હતો.

દર્દનાક ઘટનાના દ્રશ્યો

અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે. એવું જોવા મળે છે કે ટક્કર બાદ સળગતા પ્લેનમાંથી મુસાફરો તેના ઈમરજન્સી ગેટ પરથી કૂદીને પોતાનો જીવ બચાવવા દોડે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકો પોતાના પ્રિયજનો સાથે પ્લેનમાંથી નીચે કૂદી રહ્યા છે અને રનવે પરથી ભાગી રહ્યા છે. તે જ સમયે, ફાયર વિભાગના ડઝનેક વાહનો પ્લેનમાં આગને કાબૂમાં લેવાનું શરૂ કરે છે. આ દરમિયાન જાપાનના હાનેડા એરપોર્ટ પર એક ડરામણું દ્રશ્ય જોવા મળ્યું, જેને ઘણા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું.

કોસ્ટ ગાર્ડના ક્રૂ સભ્યોના મોત

સ્થાનિક મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાપાન કોસ્ટ ગાર્ડનું વિમાન સંભવતઃ પેસેન્જર પ્લેન સાથે અથડાયું ત્યારે આ દુર્ઘટના બની હતી. હાલમાં અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે અને આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત, મૃત્યુ પામેલા કોસ્ટ ગાર્ડના ક્રૂ સભ્યોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ સંબંધિત એજન્સીઓને આ દુર્ઘટનાની તપાસ કરવા અને લોકોને તમામ માહિતી આપવાના નિર્દેશ આપ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ભૂકંપથી મચેલી તબાહીને હજી 24 કલાક પણ નથી વિત્યા કે જાપાનમાં એક મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. મંગળવારે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર બે રનવે પર બે વિમાન અંદરો અંદર ટકરાયા હતા.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિમાનની બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 છે. જાપાની અરેલાઇન્સ અનુસાર, હનેડામાં લેન્ડિંગ સમયે તે કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

    follow whatsapp