VIDEO : જાપાન એરપોર્ટ પર બે વિમાન અથડાયા, વિમાનમાં લાગી ભીષણ આગ, 379 મુસાફરો હતા સવાર

Japan Plane Fire : આજે જાપાનના ટોકિયોના એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું. આ ઘટના હાનેડા એરપોર્ટ પર બની…

gujarattak
follow google news

Japan Plane Fire : આજે જાપાનના ટોકિયોના એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું. આ ઘટના હાનેડા એરપોર્ટ પર બની હતી. સ્થાનિક પ્રસારણકર્તાના અહેવાલ અનુસાર, ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવતો જોવા મળ્યો હતો. એરલાઈને જણાવ્યું હતું કે તમામ 379 મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ પાંચ લોકોની માહિતી હજુ મળી રહી નથી.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

હાલ જાપાનમાં થયેલા આ ફ્લાઇટ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિમાનની બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 છે. જાપાની અરેલાઇન્સ અનુસાર, હનેડામાં લેન્ડિંગ સમયે તે કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

 

    follow whatsapp