ખેડા: જન્માષ્ટમીનો તહેવારને લઈને રાજ્યભરના મોટા મંદિરોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ડાકોરમાં પણ રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી તથા ભક્તોના દર્શન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મંદિરના જન્માષ્ટમી પર ધામધૂમથી ઉજવણી કરાશે.
ADVERTISEMENT
જન્માષ્ટમીના દર્શનનો સમય?
ડાકોર રણછોડરાય મંદિરમાં ઉજવવામાં આવનારી જન્માષ્ટમીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સેવક સમસ્ત આઠ આગેવાન ભાઈઓ તથા ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના સમય નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ, 19મીએ શુક્રવારના રોજ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. મંદિરમાં સવારે 06:30 વાગ્યા નીજ મંદિર ખુલશે અને 6:45 ના અરસામાં મંગળા આરતી થશે.
ત્યારબાદ નિત્યક્રમ અનુસાર ઠાકોરજીને ભોગ પ્રસાદ કરવામાં આવશે તથા સેવા પૂજા કરવામાં આવશે અને બપોરે 1:00 વાગ્યાના અરસામાં ઠાકોરજી પોઢી જશે. એક વાગ્યા બાદ ભક્તો માટે દર્શન તથા મંદિર પ્રવેશ બંધ રહેશે. જે દર્શન સાંજના 4:45 વાગ્યે નીજ મંદિર ખુલી 5:00ના અરસામાં ઉસ્થાપન આરતી બાદ નિત્ય ક્રમ અનુસાર સેવા પૂજા થશે.
રાત્રિના 12:00 વાગ્યાના સમયે શ્રી કૃષ્ણ જન્મોત્સવ થશે અને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનને સેવા તથા શૃંગાર કરીને મોર મુગટ ધારણ કરવામાં આવશે. ત્યારબાદ બાલ ગોપાલ લાલજીને ઠાકોરજીના પૂજારીઓ દ્વારા સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ ઠાકોરજી પહોંચી જશે વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે.
નોમ પર નંદ મહોત્સવ ઉજવાશે
આ બાદ શનિવારે નોમ પર નંદ મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં સવારે 8:45 એ નિજ મંદિર ખુલી 9:00 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમ અનુસાર સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT