Air Force convoy attacked by terrorists in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને વિસ્તારમાં મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. કેટલાક સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ જવાનોને સારવાર માટે ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. એરફોર્સના વાહનોના કાફલા પર થયેલા હુમલાની તસવીરો સામે આવી છે. જેમાં એરફોર્સના વાહન પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે.
આ પણ વાંચો:- ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ પરીક્ષાના નવા Call Letter જાહેર, જુઓ કેવી રીતે ડાઉનલોડ થશે
ADVERTISEMENT