Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. આજે સવારથી સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોએ શનિવારે સવારે જ આ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉરી, હથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભારતીય સેના અને બારામુલ્લા પોલીસ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા છે, જેમાંથી એકને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. હવે તે બીજાને પણ ઠાર કરવામાં આવ્યો છે.
ચોથા દિવસે પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
આ સિવાય અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં ચોથા દિવસે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પહાડી વિસ્તારોના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે, અહીં 2-3 આતંકવાદીઓ ફસાયેલા છે અને તે તમામને ઠાર કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બોમ્બ ધડાકા કરીને આતંકીઓના છુપાયેલા સ્થાનને નષ્ટ કરી દીધું હતું.
અનંતનાગમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા
કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોનું ઓપરેશન તેના અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યું છે અને સેના આજે અહીં બોમ્બમારો પણ કરી શકે છે. મળતી માહિતી મુજબ, લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન અન્ય એક આતંકવાદી સાથે અહીં છુપાયેલો છે. આ જ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણેય અધિકારીઓ શહીદ થયા હતા.
ADVERTISEMENT