યુટ્યુબરને ત્યાં IT ના દરોડા! જાણો YouTube થી કેટલી કમાણી થાય છે?

લખનઉ : ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેની પાસેથી 24 લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે. યુટ્યુબર તસ્લીમ ખાન…

How to Earn From Youtube

How to Earn From Youtube

follow google news

લખનઉ : ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેની પાસેથી 24 લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે. યુટ્યુબર તસ્લીમ ખાન પર આરોપ છે કે, તેમણે ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે. તસ્લીમ બે વર્ષથી પોતાના ભાઇની સાથે મળીને એક યુટ્યુબ ચેનલ Trading Hub 3.0 ચલાવે છે. આ પ્લેટફોર્મ પર તે શેર માર્કેટ સાથે જોડાયેલા વીડિયોઝ નાખે છે. સવાલ આવે છે કે, YouTube થી કેટલી કમાણી થતી હશે, જે ઇનકમ ટેક્સનો દરોડો પડ્યો છે. તસ્લીમના ભાઇ ફિરોઝે જણાવ્યું કે, તેમના YouTube ચેનલ સાથે સારી કમાણી થાય છે. અત્યાર સુધી તેણે YouTube થકી 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને 40 લાખ રૂપિયાનો ઇનકમ ટેક્સ પણ ભર્યો છે.

YouTube દ્વારા કેટલી કમાણી થાય છે.
YouTube ક્રિએટર્સ તેમના કંટેટ પર આવતી ADS નો રેવન્યુ શેર કરે છે. આ રેવન્યૂ શેર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઇ શકે છે. YouTube થી મળનારા પૈસા કંટેટ કેટેગરી, રીઝન અને અનેક બીજા પાસાઓ પર નિર્ભર કરે છે. રિપોર્ટ્સ અનુસાર કંટેટ ક્રિએટર્સ એડ રેવન્યુના 55 ટકા સુધીનો હિસ્સો કમાઇ શકે છે.

આ શરતો પુર્ણ કરવાની રહે છે
જો કે તેના માટે યુઝર્સને YouTube Partner Program નો હિસ્સો હોવો જોઇએ. આ પ્રોગ્રામને ક્વોલિફાઇ કરવા માટે યુઝર્સની ચેનલ પર 500 સબ્સ્ક્રાઇબર્સ અને 3000 કલાકનો વોચ ઓવર ટાઇમ હોવો જોઇે. YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સની કમાઇ થઇ રહી છે. જો કે તેના રેવન્યું અંગે હજી કોઇ સ્પષ્ટ પોલીસી સામે નથી આવી.

    follow whatsapp