નવી દિલ્હી : જોશીમઠ સંકટ વચ્ચે ISRO દ્વારા સેટેલાઇટથી જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જે અહેવાલ આવ્યો તે ખુબ જ ચોંકાવનારો હતો. સેટેલાઇટ દ્વારા જે સ્થિતિ સામે આવી છે કે, તેના અનુસાર સમગ્ર જોશીમઠ શહેર ધસી જશે. ઉપર દેખાઇ રહેલી તસ્વીરમાં જોઇ શકાય છે કે, પીળા વર્તુળની અંદર જોશીમઠનું સમગ્ર શહેર ધસી જશે. જેમાં આર્મી હેલિપેડથી માંડીને નરસિંહ મંદિર સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ISRO હૈદરાબાદ રિમોટ સેન્સિંગ સેન્ટરનો અહેવાલ
ISRO ના હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. કદાચ તેના જ આધારે રાજ્ય સરકાર લોકોને ડેન્જર જોનથી બહાર કાઢી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 700 થી વધારે ઘરોમાં દરાર જોવા મળી રહી છે. રસ્તા, હોસ્પિટલ, હોટલ્સ પણ નીચે પડી રહ્યા છે.
ઇમેજ પ્રોસેસ કરીને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો
ISRO ના સેંટીનલ SAR ઇમેજરીને પ્રોસેસ કરનારી DInSAR ટેક્નોલોજી કહે છે. તેના પરથી માહિતી મળે છે કે, જોશીમઠનો કયો અને કેટલા પુસ્તક ધસી શકે છે. ઝડપથી આગામી ભવિષ્યમાં ઇસરોએ કાર્ટોસેટ 2 એસ સેટેલાઇટ દ્વારા 7થી 10 જાન્યુઆરી, 2023 સુધી જોશી મઠની તસ્વીરો લીધી હતી. ત્યાર બાદ તેને પ્રોપેસ કરતા સામે આવ્યું કે, સમગ્ર જોશીમઠ ધસવા લાગ્યું છે.
ઇસરો દ્વારા પ્રાથમિક અહેવાલ સામે આવ્યો
ઇસરોના અનુસાર એપ્રીલથી નવેમ્બર, 2022 સુધી જમીન ધસવાનો કિસ્સો ધીમો હતો. આ સાત મહિનામાં જોશીમઠ -8.9 સેંટીમીટર ધસી ચુક્યો છે. જો કે 27 ડિસેમ્બર, 2022 થી માંડીને 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસમાં જમીન ઘસવાની તીવ્રતા -5.4 સેન્ટીમીટર થઇ ચુકી છે. એટલે કે ખુબ જ તેજ ગતિથી વધી રહી છે.
તસ્વીરો જોઇને સરકાર દ્વારા પણ લોકોને ઝડપથી રાહત-બચાવ કામગીરી ઝડપી
તમે આ તસ્વીરોમાં જોઇ શકશો કે લાલ રંગની ધારી દેખાય તે રસ્તા છે અને લીલા રંગનો જે બેકગ્રાઉન્ડ છે તે જોશીમઠની નીચે રહેલી ડ્રેનેજ સિસ્ટમ છે. તે પ્રાકૃતિક અને માનવ નિર્મિત બંન્ને હોઇ શકે છે. હવે ઇમેજ પરથી સ્પષ્ટ થાય છે કે, ડ્રેનેજ એટલું મોટુ હોય તો શહેર કેટલા દિવસ ટકી શકવાનું હતું. અત્રે નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, ઢલાનની મજબુતી જાળવી રાખવા માટે પોર પ્રેશર ઘટાડવાનું હતું. પાણીનું ડ્રેનેજ ઘટાડવું જોઇએ, જેથી શહેરમાંથી માટી ધસીન પડે.
જોશીમઠની સેન્ટ્રલ વિસ્તાર સૌથી વધારે જોખમી છે
જોશીમઠનો મધ્ય હિસ્સો એટલે કે સેન્ટ્રલ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર પૈકીનો એક છે. આ ધોવાણનો ઉપરનો હિસ્સો જોશીમઠ-ઔલીરોડ પર છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ધોવાણનો ક્રાઉન કહેવાય છે. ઔલીરોડ પણ ધોવાણ થઇ જશે. જોશીમઠનો નિચલો હિસ્સો એટલેકે બેઝ જે અલકનંદા નદીની ઉપર છે. તે પણ ધોવાઇ જશે. જો કે આ ઇસરોનો પ્રાથમિક અહેવાલ છે. હાલ InSAR રિપોર્ટનો અભ્યાસ ચાલી રહ્યો છે. લેડસ્લાઇડ કાઇનેમેટિક્સનો અભ્યાસ ચાલી રહ્યો છે.
ઉતરાખંડનો આખો ચમોલી જિલ્લો જોખમી છે
જોશીમઠ ઉતરાખંડના ચમોલી જિલ્લાનો એક વિસ્તાર છે. 6150 ફુટની ઉંચાઇ પર વસેલું છે.જ્યોર્તિમઠના નામથી પણ ઓળખાય છે. જોશીમઠ વિસ્તાર 2013 માં આવેલી આપદાથી પ્રભાવિત થયો હતો. જોશીમઠ ભુકંપ કરતા વધારે ભુસ્ખલન પ્રત્યે સંવેદનશીલ છે. આ પ્રાચીન ભુસ્ખલનથી આવેલી માટી પર વસેલું શહેર છે. અસલમાં જોશીમઠની ઉંચાઇ 6150 ફુટ પર કોઇ ઉંચાઇ પર પહાડ નથી. ત્યાં એક ભુસ્ખલનનો કાટમાળ છે જેના પર આ સમગ્ર શહેર વસેલું છે.
ADVERTISEMENT