હમાસને છોડીને આતંકી સંગઠન હિઝબુલ્લા પર કેમ તૂટી પડ્યું ઈઝરાયલ? આખી રાત લેબનોન પર બોમ્બમારો કર્યો

Isreal attack Hizbullah: ઇઝરાયેલની સેનાએ સોમવારે રાત્રે લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો. IDFએ કહ્યું કે જ્યારથી હમાસ પર હુમલો શરૂ થયો…

gujarattak
follow google news

Isreal attack Hizbullah: ઇઝરાયેલની સેનાએ સોમવારે રાત્રે લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો. IDFએ કહ્યું કે જ્યારથી હમાસ પર હુમલો શરૂ થયો ત્યારથી લેબનોનથી બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ બાઇડેન બુધવારે ઈઝરાયેલ પહોંચી રહ્યા છે.

હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલનો સંઘર્ષ

હમાસે 7 ઓક્ટોબરથી ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયેલ-લેબનોન સરહદ પર થયેલી અથડામણમાં લેબનોન તરફથી લગભગ 10 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઇઝરાયેલ તરફથી બે લોકો માર્યા ગયા હતા. આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઈઝરાયેલી સેના વચ્ચે સંઘર્ષમાં વધારો થવાની આશંકા છે.

US પ્રેસિડેન્ટ તેલ અવીવ જશે

ઇઝરાયેલ અને હમાસ-હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન બુધવારે તેલ અવીવ જશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઇડન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતા દર્શાવશે. બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિએ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા ઇઝરાયેલની સાથે ઉભું છે અને ઇઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી પોતાના લોકોને બચાવવા અને ભવિષ્યમાં થતા હુમલાઓને રોકવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ ફરી એકવાર તેમની મુલાકાતથી સ્પષ્ટ કરશે જેમ કે તેમણે અગાઉ કહ્યું હતું.

અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, બાઇડન તેમની મુલાકાત દ્વારા સ્પષ્ટ સંદેશ આપશે કે જે પણ આ કટોકટીનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ ન કરવું જોઈએ. વધુમાં, રાષ્ટ્રપતિ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિને સુરક્ષિત કરવા માટે અમારા ઇઝરાયેલી ભાગીદારો સાથે નજીકથી જોડાણ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ એક એવી યોજના બનાવવા માટે સંમત થયા છે જે ગાઝાના નાગરિકોને અન્ય દેશો અને સંગઠનો દ્વારા પહોંચાડવામાં આવતી સામગ્રીની ડિલિવરી સક્ષમ બનાવશે.

 

    follow whatsapp